નવી દિલ્લીઃ મહાનાયક અમિતાભ બચ્ચન પોતના 74માં જન્મ દિવસ મનાવી રહ્યા છે. ત્યાર આ પ્રસંગે મીડિયાને સંબોધન કરતા અમિતાભે જણાવ્યું હતું કે, ઇશ્વરની કૃપા, પોતાના માતા-પિતાના આર્શિવાદ અને દર્શકોના પ્રેમના લીધે આ મુકામ સુધી પહોંચવામાં સફળ રહ્યો છું. અમિતાભે એક સવાલના જબવામાં કહ્યુ હતું કે, આ સમય પાક કલાકારોના ભારતમાં કામ કરવાના મુદ્દા પર વાત કરવાનો નથી. આપણે સેના સાથે ઉભા રહેવું જોઇએ

અમિતાભ બચ્ચન કહ્યું કે,"મારી પાસે કહેવા માટે કઇ નથી. બસ હુ તમારા સૌનો આભાર માનવા માંગુ છું. કે તમારા પ્રેમ અને  શુભાકામનાઓના લીધે આજે તમારી સામે ઉભો છું. આટલા વર્ષે મારો સાથ નિભાવવા માટે આભાર." અમિતાભે દોસ્ત શત્રુઘ્ન સિંન્હા રાષ્ટ્રપતિ બનવા લાયક હોવાની વાત કહેતા હોય છે, આનો પર જવાબ આપતા અમિતાભ બચ્ચને કહ્યુ કે, મજાક કરે છે શત્રઘ્ન બાબૂ, એવું ક્યારેય નહી થાય.