ગુજરાતી નાટક પર આધારિત ફિલ્મમાં ત્રણ દાયકા પછી સાથે દેખાશે બિગ બી અને ઋષિ કપૂર, જુઓ ફર્સ્ટ લૂક
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ લેખક-નાટ્યકાર સૌમ્ય જોશીના નાટક 102 નોટ આઉટ પર આધારિત છે. (ડાબે- નાટકનું દ્રશ્ય, જમણે- લેખક દિગ્દર્શક સૌમ્ય જોશી)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર લગભગ ત્રણ દાયકા પછી બિગ સ્ક્રીન પર સાથે દેખાશે. જેમાં અમિતાભ બચ્ચન પિતાના અને ઋષિ કપૂર તેમના દિકરાના રોલમાં દેખાશે.
આ ફિલ્મનું નામ ‘102 નોટ આઉટ’ છે. જેનો ફર્સ્ટ લૂક વિવેચક તરન આદર્શે શેર કર્યો છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન 102 વર્ષના પિતા અને ઋષિ કપૂર તેમના 75 વર્ષના દિકરાની ભૂમિકા કરશે.
આ ફિલ્મને ઉમેશ શુક્લા ડિરેક્ટ કરી રહ્યા છે. ઉમેશ શુક્લાએ આ પહેલા 'ઓહ માય ગોડ'નું દિગ્દર્શન કર્યુ હતું. OMG પણ એક ગુજરાતી નાટક 'કાનજી વિરૂદ્ધ કાનજી' પર આધારિત ફિલ્મ હતી.
બીજી ‘વક્ત- ધ રેસ અગેંસ્ટ ટાઈમ’ જે ‘આવજો વ્હાલા ફરી મળીશું’ નાટક પર આધારિત હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બિગ બી બે હિંદી ફિલ્મો એવી કરી ચૂક્યા છે ગુજરાતી નાટકો પર આધારિત હોય. જેમાંથી એક છે 2002માં આવેલી ફિલ્મ ‘આંખે’. ‘આંખે’ ‘આંધળો પાટો’ નાટક પર આધારિત હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -