પોરબંદરઃ જાનની બસ અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, એક જ પરિવારના છના મોતથી અરેરાટી
અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સંપૂર્ણ રીતે બસના આગળના ભાગમાં ઘૂસી ગઇ હતી અને દોરડા વડે કાર ખેંચી અને બાદમાં મૃતદેહો બહાર કાઢ્યા હતા. કાર પી.આઈ. સિસોદિયાનો પુત્ર જયદીપ ચલાવતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન રાણવાવ-બિલેશ્વર રોડ પર આવેલા સાજણવાડા નેસ તરીકે ઓળખાતી જગ્યાએ ગોલાઈ પર સામેથી પૂરપાટે આવતી એક લક્ઝરી બસ સાથે કાર અથડાઈ હતી. જેમાં કારમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પોરબંદરઃ રાણવાવા પાસે એક કાર અન જાનની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 6ના કરૂણ મોત નીપજ્યા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં રહેલી છ વ્યક્તિઓએ સ્થળ પર જ શ્વાસ છોડી દીધા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિઓ મહેસાણા ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.સીસોદિયાના પરિવારના છે.
તેમના પરિવારમાંથી તેમના 50 વર્ષના પત્ની પુરીબેન, પ25 વર્ષીય પુત્ર જયદીપ, તેમના ભાભી સવધીબેન અને 15 વર્ષનો ભત્રીજો અંકિત તેમજ અન્ય એક ભાભી અને ભત્રીજો અશ્વિન દેવાણંદભાઇ તથા મોટા કાલાવાડનો 17 વર્ષીય સંજય વરોતરીયા સહિત સાત લોકો કારમાં ભાણવડ નજીક મોટા કાલાવડ ગામે જઇ રહ્યાં હતા. દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.
મૂળ રાણવાવ તાતુલાના રાણાકંડોરણા ગામના વતની અને હાલ મહેસાણા પોલીસમાં પી.આઇ. તરીકે ફરજ બજાવતા અરશીભાઇ બી. સિસોદિયા ગઈ કાલે સિસોદિયા પરિવારનો હવન હોવાથી રાણકંડોરણા ગામે પરિવાર સાથે ગયા હતા. બપોરે હવનમાં હાજરી આપ્યા પછી તેમનો પરિવાર ત્યાંથી નીકળી ગયો હતો. જોકે, અરશીભાઇ રાણાકંડોરણા રોકાઇ ગયા હતા.
મહેસાણાના પીઆઈ એ.બી. સીસોદીયાના પત્ની અને પુત્ર મોતને ભેટ્યા હતા, જ્યારે તેમના ભાઈ ભાયાભાઈની પત્ની અને પુત્ર તેમજ રાણાકંડોરણા ખાતે રહેતા માતા-પુત્રનું પણ આ અકસ્માતમાં મોત થયું હતું. 6 વ્યક્તિઓના મોતને પગલે 3 પરિવારો ઉપર આભ તૂટી પડ્યું હતું અને સમગ્ર આહિર પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -