ગુજરાતી ફિલ્મ પછી આ ફિલ્મમાં જોવા મળશે અમિતાભ બચ્ચન, આવો હશે લુક
અમિતાભ બચ્ચને બ્લોગ પર લખ્યું હતું કે,’પ્રિય મિત્ર અને તેલુગુ સિનેમાના કરિશ્માઈ સ્ટાર ચિરંજીવીએ પોતાની ફિલ્મમાં અતિથિ ભૂમિકા ભજવવાનો આગ્રહ કર્યો. તેઓ ખૂબ જ બહાદુર વ્યક્તિનો રોલ કરી રહ્યાં છે. મેં તેમના આગ્રહને સ્વીકાર કર્યો છે.’ બિગ બીએ એ પણ જણાવ્યું છે કે તેમનો લુક ફાઈનલ નથી પરંતુ મોટેભાગે વધેલી દાઢીમાં જ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમિતાભ બચ્ચન ટૂંક સમયમાં જ ‘102 નોટ આઉટ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ 102 વર્ષના પિતાનો રોલ કરી રહ્યાં છે. તો ઋષિ કપૂર તેના 75 વર્ષના દીકરાના રોલમાં જોવા મળશે. તાજેતરમાં જ તેમણે ફિલ્મ ‘ઠગ ઓફ હિન્દોસ્તાન’નું શૂટિંગ પૂરું કર્યું છે. અમિતાભ બચ્ચનની તેલુગુ ફિલ્મનું શૂટિંગ બંજારા હિલ્સમાં ચાલી રહ્યું છે. નોંધનીય છે કે અમિતાભ બચ્ચનનો ‘કેરી ઓન કેસર’માં એક સીન હતો.
અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં જ સુપરસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ‘સઈ રા નરસિમ્બા રેડ્ડી’માં જોવા મળશે. આ ફિલ્મ સ્વતંત્રતા સેનાની યૂ નરસિમ્હા રેડ્ડીની બાયોપિક છે. જોકે, ફિલ્મમાં અમિતાભનો રોલ નાનો છે. બિગ બીએ પોતાના લુકની તસવીર પણ શૅર કરી છે. જેમાં તેઓ લાંબા વાળ અને દાઢીમાં જોવા મળે છે.
જોકે, મેગાસ્ટાર અમિતાભ બચ્ચને અનેક વાર ઈચ્છા જાહેર કરી હતી કે તેઓ સાઉથની ફિલ્મમાં કામ કરવા ઈચ્છે છે. અનેક વર્ષોથી અમિતાભ બચ્ચન બોલિવૂડમાં સક્રિય છે અને હવે તેમની ઈચ્છા પૂરી થવા જઇ રહી છે. ટૂંક સમયમાં જ તેઓ તેલુગુ ફિલ્મમાં જોવા મળશે. હાલ તેઓ ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદમાં છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચને અનેક ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમણે હંમેશા પોતાના કામથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. બિગ બીને લોકો સદીના મહાનાયક ગણે છે અને બાળકોથી લઈને વૃદ્ધ સુધી અનેક લોકો તેના ફેન છે. અમિતાભ બચ્ચન હવે ટૂંકમાં જ સાઉથના સુપરસ્ટાર ચિરંજવીની તેલુગુ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે ગેસ્ટ અપીયરન્સ આપશે અને તે ફિલ્મના શૂટિંગ માટે હૈદ્રાબાદ રવાના પણ થઈ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -