મુંબઇઃ બૉલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની એક ભૂલ તેમના માટે મુશ્કેલી બની ગઇ છે. ખરેખરમાં, 'ગૉલ્ડન ગર્લ' હિમા દાસને આસામ પોલીસની સ્ટાઇલમાં અભિનંદન પાઠવ્યા છે, જેમાં બિગ બી અહીં આસામ પોલીસને ક્રેડિટ આપવાનું ભૂલી ગયા. તો લોકોએ કૉપી પેસ્ટ, પૉસ્ટ ચોરીનો આરોપ લગાવી દીધો હતો.

દેશની યુવા એથ્લિટ હિમા દાસે માત્ર 20 દિવસની અંદર જ દેશને 5 ગૉલ્ડ મેડલ અપાવ્યા, આ જીતની સાથે દેશનું નામ રોશન થયુ હતું. આસામ પોલીસે એક ક્રિએટીવ તસવીર શેર કરીને હિમા દાસને અભિનંદન પાઠવ્યા હતા. હવે આ જ તસવીરને બીગ-બીએ કૉપી કરીને પોતાના હેન્ડલ પરથી અભિનંદન પાઠવ્યા. ફેન્સે બીગ-બીની આ હરકત જોઇને તેમના પર ચોરીનો આરોપ લગાવી દીધો હતો. પૉસ્ટ ચોરવાનો આરોપ લગાવ્યો હતો.



હિમાને અભિનંદન આપતા બિગ-બીએ લખ્યુ કે, 'હિમા દાસ.... ભારતનું ગૌરવ... ચંદ્રમા અને તેનાથી પણ આગળ... વાસ્તવમાં.. અદભૂત.'


અમિતાભ બચ્ચનની આ પૉસ્ટને લગભગ 3.2 K વાર રી-ટ્વીટ કરવામાં આવી ચૂકી છે. વળી 40.3 Kથી વધુ વાર આને લાઇક્સ મળી ચૂક્યા છે.