બજાજ કંપનીએ દાવો કર્યો છે કે, આ ભારતની સૌથી સસ્તી બાઈક છે. દિલ્હીમાં બજાજ CT110 કિક સ્ટાર્ટ બાઈકની એક્સ શોરૂમ કિંમત 37,997 રૂપિયા છે, જ્યારે ઇલેક્ટ્રિક સ્ટાર્ટ (સેલ્ફ સ્ટાર્ટ) બાઈકની એક્સ શોરૂમ કિંમત 44,480 રૂપિયા છે.
કંપનીનું કહેવું છે કે, આ બાઈક હાલમાં બજાજ ઓટો ડીલરશિપ સ્ટોર પર ઉપલબ્ધ રહેશે. હાલમાં કંપનીએ તેને ત્રણ કલરમાં લોન્ચ કરી છે. (મેટ ઓલિવ ગ્રીનમાં યેલો ડેકલ્સ), (ગ્લોસ એબોની બ્લેકમાં બ્લૂ ડેકલ્સ) અને (ગ્લોસ ફ્લેમ રેડમાં બ્રાઈડ રેડ ડેકલ્સ).
બજાજ ઓટોએ સોમવારે મોટરસાઈકર સીટી 110 (Bajaj CT 110)નું નવું વર્ઝન રજૂ કર્યું છે. કંપનીનું કહેવું છે કે, નવી સીટી 110ને એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે, તે ખરાબ રસ્તા પર પણ સારી રીતે ચાલી શકે, તેમાં 115 સીસીનું એન્જિન છે.
નવી બજાજ સીટી110માં 115cc DTSi એન્જિન આપવામાં આવ્યો છે, જે 8.6પીએસનો પાવર અને 9.81 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરશે. બજાજની આ નવી બાઈક 4 સ્પીડ ગિયરબોક્સની સાથે આવશે, તેને બન્ને વ્હીલમાં ડ્રમ બ્રેક મળસે. બાઈકનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ 170mmનું હશે.
આ નવી બાઈકના લોન્ચિંગની સાથે જ કંપનીએ જણાવ્યું કે, અત્યાર સુધી સીટી કેટેગરીની 50 લાખથી વધારે બાઈક્સ વેચાઈ ચૂકી છે. બજાજ સીટી110માં ગાદીવાળી સીટ અને રબર ટેંક પેડ આપવામાં આવ્યા છે, જે રાઈડરને સારો અનુભવ કરાવે છે.