મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પરિવારની તસવીરો થઈ વાયરલ
ચાર દિવસના આ વેકેશન પર બચ્ચન ફેમિલી જેટ સ્કીઈંગથી લઈને સેલિંગ સુધી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટિઝ કરી હતી. તે ઉપરાંત એક યાટ પાર્ટી પણ ઓર્ગેનાઈઝ કરવાનો પ્લાન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાણકારી પ્રમાણે, બચ્ચન ફેમિલી અત્યારે લગ્ઝરી રિસોર્ટમાં રોકાયું હતું. ગત વર્ષે અભિષેકના બર્થ-ડે પર પણ બચ્ચન ફેમિલી અહીં જ રહ્યું હતું. આ રિસોર્ટ હંમેશાથી તેમનો ફેવરિટ રહ્યો છે. કારણ કે અહીં બીચિસ પર વિઝિટર્સને પૂરી પ્રાઈવસી મળે છે.
અમિતાભ આ ખાસ અવસર પર વાઈફ જયા બચ્ચન, દીકરા અભિષેક બચ્ચન, વહૂ ઐશ્વર્યા રાય બચ્ચન, દીકરી શ્વેતા બચ્ચન નંદા, પૌત્રી નવ્યા નવેલી અને આરાધ્યાની સાથે એન્જોય કર્યું હતું. એક લીડિંગ ડેલી પ્રમાણે આ દિવસેને કેવી રીતે ખાસ બનાવાય તે માટે પ્લાનિંગ અભિષેક, વહૂ ઐશ્વર્યા અને દીકરી શ્વેતાએ મળીને પ્લાન કર્યો હતો.
બિગ બીને આ દિવસે સ્પેશ્યિલ ફિલ કરવવા માટે બચ્ચન ફેમિલીએ એક પણ કસર નહોતી છોડી. કાલે અભિષેક બચ્ચને રાત્રે મોડા એક ખૂબ જ સુંદર ફોટો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કર્યો અને પિતાને બર્થ ડે વિશ કર્યું હતું. જોકે સોશિયલ મીડિયામાં આ તસવીરો વાયરલ થઈ છે.
મુંબઈ :મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કાલે પોતાનો બર્થ ડે માલદિવમાં ખૂબ જ ધામધુમથી ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો હતો. 11 ઓક્ટોબરે અમિતાભ બચ્ચન પોતાનો 75મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. બર્થ ડેના એક દિવસ પહેલા જ પોતાના 75માં બર્થ ડેને ખાસ બનાવવા માટે બિગ પોતાની પૌત્રી નવ્યા, આરાધ્ય, વહુ ઐશ્વર્યા રાય બચ્ચન, પત્ની જયા બચ્ચન, દીકરો અભિષેક બચ્ચન, અને દીકરી શ્વેતા સાથે માલદિવ ગયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -