Redmi 5Aની તસવીરો થઈ leak, જાણો આ સ્માર્ટફોનની શું છે ખાસિયતો
આ સ્માર્ટફોન રેડમી 4Aના મુકાબલામાં થોડો ભારે હશે કારણ કે અપકમિંગ ફોનમાં મેટલ બોડી આપવામાં આવી છે જ્યારે રેડમી 4Aમાં પ્લાસ્ટિક બોડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા પણ લીક રિપોર્ટ્સ પ્રમાણે રેડમી 5Aમાં ક્વાલકોમ સ્નૈપડ્રેગન પ્રોસેસર અને MIUI 9 હશે. TENNA લિસ્ટિંગ પ્રમાણે આ સ્માર્ટફોન 5 ઈંચની સ્ક્રિન હશે જે સ્નૈપડ્રેગન 425 પ્રોસેસરની સાથે જોવા મળશે. આ સિવાય આમાં 2 જીબીની રેમ હશે અને 16 જીબી ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે જેને વધારી પણ શકાય છે. આ સ્માર્ટફોનનું બીજી વેરિએન્ટ પણ હશે જેમાં 4 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ પણ હશે. આ સ્માર્ટફોન 3,000 mAhની બેટરીની સાથે જોવા મળશે.
તસવીરો પ્રમાણે અપકમિંગ રેડમી 5A જોવામાં જૂનુ વર્ઝન રેડમી 4Aથી અલગ નહીં હોય. આમાં રિયર કેમેરાની ઉપર ઓર એન્ટિના બેંડ આપવામાં આવ્યું છે. લાંબી બેટરી લાઈફ રેડમી ફોન્સની ખાસિયતો રહી છે અને હવે આ લીક ઈમેજમાં સંકેત આપવામાં આવ્યા છે કે રેડમી 5Aની બેટરી 8 દિવસ સુધી સ્ટેન્ડબાય ટાઈમની સાથે આવશે.
નવી દિલ્હી: રેડમી 5Aને લઈને અફવાઓનું બજાર બહુ જ ગરમ છે અને આની વચ્ચે અપકમિંગ શાઓમી સ્માર્ટફોન રેડમી 5Aનું પોસ્ટર લીક થઈ ગયું છે. આ તસવીરમાં અપકમિંગ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન અને ડિઝાઈન સાથે જોડાયેલ જાણકારી સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -