તાજેતરમાં જ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં આ અંગે જાણકારી આપી હતી. ફિલ્મની રીલિઝ ડેટ 24 એપ્રિલ 2020 નક્કી કરવામાં આવી છે. આ ફિલ્મના નવા લૂકમાં સાવ અલગ જ અંદાજમાં નજર આવી રહ્યા છે અમિતાભ બચ્ચન. તેમની ખાસિયત રહી છે કે ક્યારેય પણ કંઈ નવું કરવાથી પાછળ નથી હટતા અને પોતાના રોલ મુજબ પોતાની જાતને ઢાળવા માટે ખૂબ જ મહેનત કરે છે.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં અમિતાભ સાથે આયુષ્માન ખુરાના પણ જોવા મળશે. આયુષ્માને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાના એક સ્વપ્ન સમાન ગણાવ્યું હતું. જ્યારે ડિરેક્ટર સુજીત સરકાર સાથે આયુષ્માન વિક્કી ડોનરમાં કામ કરી ચૂક્યા છે. તો અમિતાભ અને સુજિત સરકારે પિકૂ જેવી મસ્ત ફિલ્મ પણ આપી છે.