મુંબઈઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને મોતિયાની સર્જરી કરાવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છએ કે મહાનાયક 24 કલાકમાં ઘરે પરત ફરશે. આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મનોરંજન પોર્ટલ બોલીવુડ હંગામા અનુસાર આ માત્ર મોતિયાની સર્જરી છે. અમિતાભ બચ્ચન આગામી 24 કલાકમાં ઘરે પરત આવી જશે.
તેમના પર સર્જરી કરાશે એવી માહિતી ખુદ બચ્ચને આપી હતી. આ સર્જરી શાની છે અને ક્યારે થશે એ વિશે બચ્ચને કોઈ માહિતી નહોતી આપી. બચ્ચને પોતાના બ્લોગમાં એક જ લાઈન લખી કે, મિડેકલ કંડિશન..........સર્જરી.......મેં લિખ નહીં સકતા. એબી.
સોશિયલ મીડિયા પર એક્ટિવ બચ્ચને માત્ર એક લાઈન લખીને સૌને ચિંતામાં મૂકી દીધા હતા. ગત વર્ષે બિગ બી કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા. પુત્ર અભિષેક, પત્ની ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા પણ હોસ્પિટલમાં દાખલ થયા હતા.
બિગ બીની પાંચ ફિલ્મો થોડા સમયમાં રજૂ થશે. તેની આગામી ફિલ્મ રૂમી જાફરીને મનોવૈજ્ઞાનિક સસ્પેંસ ડ્રામા ચહેરા છે.
રાશિફળ 1 માર્ચ કર્ક, સિંહ રાશિના જાતક ન કરે આ કામ, જાણો કેવો રહેશે તમારો દિવસ
Amitabh Bachchan Surgery: અમિતાભ બચ્ચને કઈ સર્જરી કરાવી? રિપોર્ટમાં શું કરવામાં આવ્યો છે દાવો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Mar 2021 08:33 AM (IST)
Amitabh Bachchan Health Update: સોશિયલ મીડિયા પર એક્ટિવ બચ્ચને માત્ર એક લાઈન લખીને સૌને ચિંતામાં મૂકી દીધા હતા. ગત વર્ષે બિગ બી કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -