મહારાષ્ટ્રમાં કોરોનાના સતત વધી રહેલા કેસને જોતા પ્રશાસને ઘણા વિસ્તારમાં લોકડાઉન લાગુ કર્યું છે. સરકારની કોશિશ છે કે જલ્દીથી કોરોના પર કંટ્રોલ કરવામાં આવે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન લગાવવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું લોકડાઉન લગાવવાની અમારી કોઈ ઈચ્છા નથી પરંતુ મજબૂરીમાં આવું કરવું પડી રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું લોકડાઉન શબ્દ ખૂબ વિચિત્ર છે. મે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને કહ્યું કે માસ્ક પહેરો અને લોકડાઉનને ના કહો.


મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું રાજ્યમાં લોકડાઉન હટાવવાની પ્રક્રિયા ચરણબદ્ધ રીતે લાગુ કરવામાં આવશે. સીએમ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે કોવિડ19નો ખતરો હજુ પણ છે. તેમણે કહ્યું કે હું નથી ઈચ્છતો કે રાજ્યમાં સંક્રમણની બીજી લહેર આવે.

કોરોના સંક્રમણના કારણે અમરાવતીમાં લોકડાઉન 8 માર્ચ સુધી લંબાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ વધતા આ વખતે અમરાવતી અને અચલપુર શહેરની સાથે હવે અંજનગાંવ સુર્જી શહેરમાં પણ લોકડાઉન લાગુ કરવાની વાત કહેવામાં આવી છે. અંજનગાંવ સુર્જી શહેરમાં વધારે કોરોના કેસ હોવાના કારણે તેને કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરાયો છે. માત્ર જરૂરીનયાતની ચીજ વસ્તુઓની મંજૂરી આપવામાં આવી છે.