'અમર અકબર એન્થોની'ના સેટ પરથી અમિતાભ બચ્ચને શેર કરી થ્રોબેક તસવીર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Mar 2020 10:09 PM (IST)
અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મ 'અમર અકબર એન્થોની' સંબંધિત એક થ્રોબેક તસવીર શેર કરી છે. આ ફિલ્મ 1977 માં રિલીઝ થઈ હતી.
મુંબઈ : સોશિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય એવા અભિનેતાઓની સૂચિમાં અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે. અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મ 'અમર અકબર એન્થોની' સંબંધિત એક થ્રોબેક તસવીર શેર કરી છે. આ ફિલ્મ 1977 માં રિલીઝ થઈ હતી. અમિતાભ બચ્ચને અમર અકબર એન્થોની મૂવીના મુહૂર્તની તસવીર શેર કરી છે. તસવીર બ્લેક એન્ડ વ્હાઇટ છે. અમિતાભે કેપ્શનમાં લખ્યું છે - અમિતાભ બચ્ચન, પરવીન બાબી, શબાના આઝમી, નીતુ સિંહ, વિનોદ ખન્ના અને ધરમ જી, જેમણે તાળીઓ આપી હતી, માન જી (મનમોહન દેસાઈ). ફિલ્મ મુંબઈના 25 થિયેટરોમાં ફક્ત 25 અઠવાડિયા સુધી ચાલી હતી. તમે સમગ્ર દેશની કલ્પના કરો. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રીય છે. તેઓ પોતાના આગામી પ્રોજેક્ટ વિશે પણ ટ્વિટ કરી માહિતી આપતા રહે છે. અમિતાભ બચ્ચને થોડા સમય પહેલા જ ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પરથી રણબીર કપૂર સાથેની તસવીરો શેર કરી હતી.