તાપીઃ રાજ્યમાં જીવલેણ અકસ્માતની વધુ એક ઘટના બની છે. તાપીના સોનગઢના પોખરણ નજીક એસ ટી બસ, જીપ અને ટ્રક વચ્ચે નેશનલ હાઈવે નંબર 56 પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી પ્રમાણે, સોનગઢના પોખરણ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે 56 પર GJ 18 Z 6468 નંબરની એસ ટી બસ, ટ્રક નંબર GJ 02 XX 6588 અને ક્રૂઝર જીપ નંબર MH 41 AS 5309 વચ્ચે ટ્રિપલ અકસ્મતા સર્જાયો હતો. એસટી બસ કુસલગઢ થી ઉકાઈ તરફ જતી હતી ત્યારે આ ઘટના બની હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણે વાહનોના આગળના ભાગના ભુક્કા બોલાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
ટ્રિપલ અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 56 ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી.
Nirbhaya Case: દોષિતોની ફાંસી ફરી એક વખત ટળી, કાલે નહીં લટકાવાય ફાંસીના માંચડે
ન્યૂઝીલેન્ડ સામે વન ડે બાદ ટેસ્ટ શ્રેણીમાં ભારતના વ્હાઇટવોશ માટે આ 3 કારણો રહ્યા જવાબદાર, જાણો