અમિતાભ બચ્ચન 1 લાખ જેટલા શ્રમિકોને મહિનાનું રાશન મફતમાં આપશે. જે લોકો દરરોજ કામ કરીને પોતાનું ઘર ચલાવતા હતા તેવા લોકોને આ લાભ મળશે. દુકાનો અને સુપર માર્કેટ્સ દ્વારા ગરીબો સુધી રાશન પહોંચાડવામાં આવશે.
કોરોના વાઇરસ મહામારીને કારણે તમામ શૂટિંગ અને પ્રોડક્શનના કામ બંધ થઇ ગયા છે જેને કારણે આ ઇન્ડસ્ટ્રી પર રોજગારી માટે નભતા ઘણા બધા શ્રમિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા 1 લાખ રોજમદાર શ્રમિકોની મદદ માટે અમિતાભ બચ્ચન આગળ આવ્યા છે. ઓલ ઇન્ડિયા ફિલ્મ એમ્પ્લોય્સ કન્ફેડરેશન સાથે જોડાયેલ વર્કર્સને સહાયની અમિતાભની આ પહેલને સોની પિક્ચર્સ અને કલ્યાણ જ્વેલર્સનો પણ સપોર્ટ મળ્યો છે.