અમર સિંહને અમિતાભ બચ્ચને આપી શ્રદ્ધાંજલિ, ટ્વિટર પર શેર કરી તસવીર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Aug 2020 10:18 PM (IST)
રાજ્યસભા સાંસદ અમર સિંહનું 64 વર્ષની ઉમરે નિધન થયું છે. સિંગાપુરની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.
નવી દિલ્હી: ભારતીય રાજનીતિનો મોટો ચેહરો અને રાજ્યસભા સાંસદ અમર સિંહનું 64 વર્ષની ઉમરે નિધન થયું છે. સિંગાપુરની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. એવામાં મહાનાયક અમિતાભ બચ્ચને તેમને સોશિયલ મીડિયા મારફતે શ્રદ્ધાંજલિ આપી છે. બિગ બીએ માથું ઝૂકાવીને પોતાની એક તસવીર શેર કરી છે. મોટી વાત એ છે કે, અમિતાભ બચ્ચને આ તસવીર શેર કરીને એક પણ શબ્દો લખ્યો નથી. બીગ બીનું આ ટ્વીટ ખૂબજ વાયરલ થઈ રહ્યું છે. જણાવી દઈએ કે, એક સમયે અમર સિંહ અમિતાભ બચ્ચનના નિકટના સાથી મનાતા હતા. દસ વર્ષ પહેલા બન્નેની ગાઢ દોસ્તીમાં તિરાડ પડી ગઈ હતી. જો કે, અમિતાભ સિંગાપોર ખાતે અમસિંહની ખબર પૂછવા ગયા હતા. એ પછી અમરસિંહે અગાઉના વિધાનો બદલ અમિતાભની માફી માંગી હતી અને હોસ્પિટલમાંથી એક વીડિયો શેર કર્યો હતો. અમરસિંહ લાંબા સમયથી બીમાર હતા, તેમની સિંગાપુરમાં સારવાર ચાલી રહી હતી. છેલ્લા દોઢ મહિનાથી તેઓ ICUમાં હતા. તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, શનિવારે બોપરે તેમનું નિધન થયું છે. અમરસિંહે આજે બકરી ઈદની શુભેચ્છા આપતી ટ્વીટ પણ કરી હતી.