અમિતાભ બચ્ચને બૉલીવુડની નવી પેઢીને કરી આ ખાસ ભલામણ, કહ્યું- બોલચાલમાં કરો હિન્દીનો ઉપયોગ
બીગ બીએ કહ્યું કે, હાલમાં મને કોઇ રૉમન હિન્દીમાં કંઇપણ લખવાનું મળે તો હું તેને પરત કરી દઉં છું અને તેને દેવનાગરી લિપીમાં લખવા માટે કહુ છું. હું બૉલીવૂડની નવી પેઢીને વધારેમાં વધારે હિન્દી બોલવાનું કહું છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમિતાભે કહ્યું કે, જ્યારે વાત કેબીસી શૉની આવે છે, ત્યારે હું કોઇને કોઇ વસ્તુ માટે મજબૂત નથી કરતો, કેમકે શૉની ભાષા હિન્દી છે. હું પણ હિન્દી જ બોલુ છું. આ શૉ યુવા પેઢીને હિન્દી બોલવા માટે પ્રોત્સાહિત કરે છે તો તે સારુ છે.
અમિતાભ બચ્ચન હિન્દીના ફેમસ કવિ હરિવંશ રાય બચ્ચનના પુત્ર છે હરિવંશ રાય બચ્ચને હિન્દીમાં અનેક જાણીતી કવિતાઓ લખી છે, આ જ કારણે બચ્ચને હિન્દી ભાષા પર બાળપણથી જ લગાવ છે.
મુંબઇઃ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને બૉલીવુડની નવી પેઢી પાસે આશા રાખી છે કે, આ પેઢી વધારે પડતી પશ્ચિમી થવા કરતાં હિન્દીનો વધુ ઉપયોગ કરશે. બચ્ચનને હિન્દી પરની પક્કડ માટે ઓળખવામાં આવે છે. જ્યારે બીગ બીને પુછવામાં આવ્યું કે હિન્દી ફિલ્મોમાં અભિનેતા હિન્દીનો ઉપયોગ ઓછો કરી રહ્યાં છે અને વધુ પડતા પશ્ચિમી થઇ રહ્યાં છે, જેના પર તેમને કહ્યું, હા, હુ એ વાત સાથે સહમત છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -