એશિયા કપ બાદ વેસ્ટઈન્ડિઝ આવશે ભારત પ્રવાસે, રાજકોટમાં રમાશે મેચ, જાણો કાર્યક્રમ
28 સપ્ટેમ્બરે એશિયા કપની ફાઇનલ છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 26 સપ્ટેમ્બરે જ ભારત આવી પહોંચશે. પ્રવાસની શરૂઆત ટેસ્ટ સીરિઝથી થશે. પ્રથમ ટેસ્ટ 4થી8 ઓક્ટોબર દરમિયાન રાજકોટમાં અને બીજી તથા અંતિમ ટેસ્ટ 12થી 16 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ એશિયા કપ બાદ તરત જ ભારતીય ક્રિકેટ ટીમ ઘર આંગણે વેસ્ટઈન્ડિઝ સામે ટકરાશે. વેસ્ટઈન્ડિઝ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ પ્રવાસી ટીમ અહીંયા બે ટેસ્ટ, પાંચ વન ડે અને ત્રણ ટી20 મેચ રમશે.
વન ડે સીરિઝ બાદ ત્રણ મેચની ટી20 સીરિઝ રમાશે. વિશ્વ ચેમ્પિયન સામે ભારતનો પ્રથમ મુકાબોલ 4 નવેમ્બરે કોલકાતમાં થશે. જ્યારે બીજી ટી20 કાનપુર કે લખનઉમાંથી કોઈએક જગ્યાએ રમાશે. જ્યારે અંતિમ ટી20 11 નવેમ્બરે ચેન્નઈમાં રમાશે.
ટેસ્ટ સીરિઝના પાંચ દિવસ બાદ વન ડે શ્રેણી રમાશે. પ્રથમ વન ડે 21 ઓક્ટોબરે ગુવાહાટીમાં, બીજી વનડે 24 ઓક્ટોબર ઈન્દોરમાં, ત્રીજી વનડે 27 ઓક્ટોબરે પુણેમાં, ચોથી વનડે 30 ઓક્ટોબરે મુંબઈમાં અને પાંચમી વન ડે 1 નવેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -