નવી દિલ્હી:. મુંબઈમાં અનેક પ્રોપર્ટી ધરાવતા અભિનેતા અમિતાભ બચ્ચને તાજેતરમાં જ દિલ્હીના ગુલમોહર પાર્ક વિસ્તારમાં પોતાનું પૈતૃક મકાન વેચી દીધું છે. બિગ બી મુંબઈ શિફ્ટ થયા પહેલા આ ઘરમાં પિતા હરિવંશ રાય બચ્ચન, માતા તેજી બચ્ચન સાથે રહેતા હતા.
બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અવારનવાર પોતાની પ્રોપર્ટીને લઈને ચર્ચામાં રહે છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, તાજેતરમાં જ તેણે દિલ્હીના ગુલમહોર પાર્ક વિસ્તારમાં સ્થિત તેનું પૈતૃક ઘર વેચી દીધું છે. બિગ બી મુંબઈ શિફ્ટ થયા પહેલા તેમના પિતા, પિતા હરિવંશ રાય બચ્ચન, માતા તેજી બચ્ચન અને ભાઈ અજિતાભ બચ્ચન સાથે આ ઘરમાં રહેતા હતા. પરંતુ હવે અમિતાભ બચ્ચને પોતાનો બંગલો 'સોપન' મોંઘી કિંમતે વેચી દીધો છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, અમિતાભ બચ્ચનનો બંગલો સોપાન નેજોન ગ્રુપ ઓફ કંપનીના સીઈઓ અવની બદરે 23 કરોડમાં ખરીદ્યો છે. અવની બદર વિશે એવું કહેવાય છે કે, તે બચ્ચન પરિવારને દાયકાઓથી ઓળખે છે અને આ બંગલાની નજીક રહે છે. આ બંગલો 418.05 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે. બિગ બી મુંબઈ જઇ વસ્યાં પહેલા તેઓ માતા-પિતા સાથે આ જ બંગલામાં રહેતા હતા. આ બે માળનું આવાસ બચ્ચન પરિવારનું પહેલું ઘર હોવાનું પણ મનાય છે. ET અનુસાર, જ્યારે હરિવંશરાય બચ્ચન ત્યાં રહેતા હતા આ જ મકાનમાં મુશાયરો કરતા હતા.
રિપોર્ટ્સ અનુસાર, આ પ્રોપર્ટીની રજિસ્ટ્રી 7 ડિસેમ્બર, 2021ના રોજ કરવામાં આવી હતી. જો કે તેને વેચવાનું કારણ સામે આવ્યું નથી. જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમિતાભ બચ્ચનને આ ઘર સાથે ખૂબ લગાવ હતો. આ બંગલાને તેજી બચ્ચનનું નામ આપવામાં આવ્યું હતું. તેજી બચ્ચન, જેઓ ફ્રીલાન્સ જનરલિસ્ટ પણ હતા, ગુલમોહર પાર્ક હાઉસિંગ સોસાયટીના સભ્ય પણ હતા.
અમિતાભ બચ્ચન પાસે હજું મુંબઈના જુહુ વિસ્તારમાં પાંચ વિશાળ બંગલા છે. જેના નામ જનક, જલસા, પ્રતિક્ષા, વત્સ અને અમ્મુ છે. ગત વર્ષે જ અમિતાભ બચ્ચેને મુંબઇ અંધેરીમાં એક વૈભવી નવું ડુપ્લેક્સ ખરીદ્યું હતું. . 5184 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું આ મકાનને બિગ બીએ 31 કરોડમાં ખરીદ્યું હતું.