મુંબઈઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લા 50 વર્ષથી બોલિવૂડનો મહત્વનો ભાગ રહ્યાં છે. સદીના મહાન હીરો ગણાતા બિગ બીએ વર્ષ 1969માં સાત હિન્દુસ્તાની ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. અમિતાભ 50 વર્ષથી સતત કોઈ પણ વિરામ વગર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. જોકે વધતી ઉંમર સાથે બિગ બીને પણ ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. આવી સ્થિતિમાં અમિતાભ બચ્ચન હવે નિવૃત્તિ લેવાનો વિચાર કરી રહ્યા છે. તેનો ઉલ્લેખ તેમણે પોતાના બ્લોગમાં કર્યો છે.



હાલમાં જ,  ખરાબ હવામાનને કારણે ચંદીગઢથી મનાલી કારમાં ગયા હતાં. જ્યાં તેઓ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ કરશે. અમિતાભે આ મુસાફરી બાદ પોતના અનુભવ વિશે બ્લોગમાં કહ્યું હતું કે, “મને આ નાનકડી સુંદર જગ્યા પર ગાડીમાં પહોંચતા 12 કલાક લાગ્યા. અહીં રસ્તા બહુ સારા નથી, રૂમ અને વાતાવરણ પણ અલગ છે. મારે હવે રિટાયર થવું પડશે… મારું મગજ ક્યાક બીજે છે અને આંગળીઓ કંઈક બીજુ જ કરી રહી છે. આ એક મેસેજ છે.”


ઉલ્લેખનીય છે કે ફિલ્મ બ્રહ્માસ્ત્રાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જી છે. હાલમાં જ કૌન બનેગા કરોડપતિની શૂટિંગ ખતમ કરીને બિગ બી મનાલી રવાના થયા છે. તેઓ ફિલ્મના ક્લાઈમેક્સને શૂટ કરવા માટે ત્યાં ગયા છે.

હાલમાં અમિતાભ પાસે ઘણી ફિલ્મો છે. સાથે જ તેઓ રિયલ્ટી શો “કોન બનેગા કરોડપતિ” પણ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ  બિગ બી બીમાર પડી ગયા હતા. તેમને 2-3 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યુ હતુ. જ્યાં ડોકટર્સે તેમને રેસ્ટ કરવાની સલાહ આપી છે.