અમિતાભ બચ્ચનને સમજમાં ન આવી હોલીવુડની આ ફિલ્મ, ટ્વિટર બળાપો કાઢતાં થયા Troll, જાણો વિગત
માર્વલ સ્ટુડિયની ફિલ્મ અવેન્જર્સઃ ઈન્ફિનિટી વોર હાલ વિશ્વભરમાં બોક્સઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. ફિલ્મની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે અને સૌથી વધારે કમાણી કરનારી સુપરહીરો ફિલ્મ બની ગઈ છે. વિશ્વભરમાં આ ફિલ્મે 10,108 કરોડ રૂપિયાથી વધારે બિઝનેસ કર્યો છે, પરંતુ અમિતાભ બચ્ચનને ફિલ્મ જોઈ સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબચ્ચન હાલ ફિલ્મ 102 નોટ આઉટની સફળતાનો આનંદ લઈ રહ્યા છે. ઉમેશ શુક્લાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 4 મેના રોજ રિલીઝ થઈ હતી અને 32.60 કરોડનો બિઝનેસ કરી લીધો છે. ફિલ્મમાં બિગ બીએ 102 વર્ષના વૃદ્ધનું પાત્ર ભજવ્યું છે. રિષિ કપૂર તેના દીકરાના રોલમાં ફિલ્મમાં નજરે પડી રહ્યા છે.
મુંબઈઃ બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે. પોતાની રોજિંદી જિંદગી સાથે સંકળાયેલી દરેક વાત આ 75 વર્ષીય અભિનેતા ફેન્સ સાથે શેર કરવાનું ભૂલતા નથી. રવિવારે બચ્ચને ટ્વિટર પર સ્વીકાર્યું કે તેમને એક હોલીવુડ ફિલ્મ બિલકુલ સમજમાં આવી નથી.
બિગ બની આ ટ્વિટરને હજારથી વધારે વખત રી-ટ્વિટ કરવામાં આવી. યૂઝર્સે તેમના પર પ્રતિક્રિયા આપતી વખતે ઠેકડી પણ ઉડાવી.
બચ્ચને રવિવારે ટ્વિટર પર લખ્યું, ભાઈઓ ખોટું ન લગાડતા. એક પિક્ચર જોવા ગયો 'AVENGERS'... કંઈ સમજમાં ન આવ્યું કે ફિલ્મમાં શું થઈ રહ્યું છે !!!
- - - - - - - - - Advertisement - - - - - - - - -