Mother's Day પર દીકરી જાહન્વીને આવી માતા શ્રીદેવીની યાદ, શેર કરી આ તસવીર
માતા શ્રીદેવી સાથે જાહન્વી
મનીષ મલ્હોત્રા સાથે શ્રીદેવી અને જાહન્વી કપૂર.
આ વીડિયો શ્રીદેવીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો કોણે શેર કર્યો છે કહેવું મુશ્કેલ છે પરંતુ પરિવારના જ કોઈ વ્યક્તિએ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં શ્રીદેવી તેના મા બનવાના અનુભવથી લઈ મા બન્યા બાદની જવાબદારીઓની વાત કહી રહી છે. ઉપરાંત તે નાની હતી ત્યારે કેવી હતી તે અંગે જણાવી રહી છે.
નવી દિલ્હીઃ મધર્સ જેના મોકા પર તમામ લોકો તેમની મા સાથેના સંસ્મરણો યાદ કરી રહ્યા છે. જે લોકોની માતા હાલ હયાત નથી તેવા લોકો પણ માતાને યાદ કરી શ્રદ્ધાજંલિ આપી રહ્યા છે. આવું જ કઈંક હવે શ્રીદેવીને લઈ સામે આવ્યું છે. 24 ફેબ્રુઆરીએ દુબઈની એક હોટલના બાથટબમાં ડૂબી જવાથી મોત થયા બાદ હવે શ્રીદેવીનો એક જૂનો વીડિયો સામે આવ્યો છે.
શ્રીદેવી જાહન્વીની પ્રથમ ફિલ્મને લઈ ખૂબ ઉત્સાહિત હતી.શ્રીદેવી દુબઈમાં હતી ત્યારે તે દીકરી જાહન્વી માટે શોપિંગ કરવા રોકઈ હતી. થોડા દિવસો બાદ જાહન્વીનો બર્થડે આવતો હતો પરંતુ તે પછી જે કંઈ બન્યું તેનાથી સૌ આઘાત પામી ગયા હતા.
થોડા જ સમયમાં જાહન્વીની પ્રથમ ફિલ્મ ધડક રિલીઝ થવાની છે. જાહન્વી એક્ટ્રેસ બને તેમ પહેલા શ્રીદેવી નહોતી ઈચ્છતી પરંતુ આખરે તે રાજી થઈ ગઈ હતી.
શ્રીદેવીની મોટી દીકરી જાહન્વીએ મધર્સ ડેના અવસર પર દિવંગત માતા શ્રીદેવીને યાદ કરી. તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શ્રીદેવી સાથે એક તસવીર શેર કરી. આ તસવીર જાહન્વીના બાળપણની છે. તેમાં નાની જાહન્વી સાથે મા શ્રીદેવી ઉભેલી જોઈ શકાય છે.