✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આગામી 15મી ફેબ્રુઆરીએ અમિતાભ બચ્ચન રચશે આ ઈતિહાસ, યાદ કરીને થયા ભાવુક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Jan 2019 08:07 AM (IST)
1

મુંબઈઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આગામી 15 ફેબ્રુઆરીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 50 વર્ષ પૂરા કરી લેશે. તેના માટે ભારતીય ફિલ્મી દુનિયામાં આ એક મોટી ઉપલબ્ધી હશે જેને વિશે વાત કરતાં બિગ બી ભાવુક થઈ ગયા હતા.

2

રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચને ગુરૂવારે બમન ઈરાનીના પ્રોડક્શન હાઉસના લોન્ચિંગમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બમનની પત્નીએ મહાનાયક અમિતાભ બચ્ચનને એક શાલ ઓઢાવી હતી. જે એક પશમીના શાલ હતી અને જેના પર ભારતની કેટલીક ભાષાઓમાં કઇંક લખેલું હતું. આ શાલ પહેરીને બિગ બીએ ખુલાસો કર્યો છે 15મી ફેબ્રુઆરીના દિવસે તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂરા થઈ જશે અને તે માટે જ આ શાલ તેમને ભેટમાં મળી છે.

3

આ પ્રસંગે અમિતાભ બચ્ચને કહ્યું કે, ‘આ મારા માટે એક ભાવુક ક્ષણ છે. મને લાગી રહ્યું છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂરા કર્યાના બદલે આ અત્યાર સુધી મળલી ભેંટોમાંથી સૌથી અનમોલ છે. થોડા સમય બાદ એટલે કે 15મી ફેબ્રુઆરીએ હું ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રમાં 50 વર્ષ પૂરા કરી લઈશ અને આ મારી માટે ખૂબજ ખાસ સમય છે.’

4

તમને જણાવીએ કે, 15મી ફેબ્રુઆરી 1969ના રોજ અમિતાભ બચ્ચને તેમના જીવનની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાનીને સાઇન કરી હતી. કોલકાતામાં એક ફાર્મા કંપનીની નોકરી છોડી મુંબઈ એક્ટર બનવા આવેલા અમિતાભ બચ્ચનને ફિલ્મકાર ખ્વાજા અહમદ અબ્બાસે 15મી ફેબ્રુઆરીના રોજ વિધિવત તેમની ફિલ્મના અલવર અલી અલવરના રોલ માટે સાઇન કર્યા હતા.

  • હોમ
  • મનોરંજન
  • આગામી 15મી ફેબ્રુઆરીએ અમિતાભ બચ્ચન રચશે આ ઈતિહાસ, યાદ કરીને થયા ભાવુક
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.