હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ અમિતાભ બચ્ચને લખ્યો બ્લોગ, જાણો શું કહ્યું ?
abpasmita.in | 19 Oct 2019 04:42 PM (IST)
બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન ચાર દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ ઘરે પરત ફર્યા છે. જોકે ઘરે પાછા ફરતાની સાથે જ બીગ બીએ એક બ્લોગ લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન ચાર દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ ઘરે પરત ફર્યા છે. જોકે ઘરે પાછા ફરતાની સાથે જ બીગ બીએ એક બ્લોગ લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. બીગ બીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેવી ખબર ગઈકાલે વાયુવેગે પ્રસરી હતી અને એ પછી તેમના કરોડો ચાહકોમાં એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી કે એવુ તો શું થયુ કે ત્રણ દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ છે. અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચન લખ્યું કે પ્રોફેશનલિઝ્મનું ધ્યાન રાખવું જોઈએ. કોઈની મેડિકલ રિપોર્ટ્સ તે વ્યક્તિની પ્રાઈવેસીનો અધિકાર છે. તેમણે લખ્યું કે આ પ્રકારે કોઈની મેડિકલ હાલતની જાણકારી એકઠી કરવી શોષણ સમાન છે. મહેરબાની કરીને કોઈની વાતને સમજો અને કોઈની પ્રાઈવસીનુ સન્માન કરો. દુનિયામાં દરેક ચીજ વેચવા માટે નથી હોતી. મારી ચિંતા કરનારા અને મારા માટે પ્રાર્થના કરનારા લોકોનો હુ આભાર માનુ છું.