મુંબઈ: AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ચૂંટણી રેલીને સંબોધિત કર્યાં બાદ મસ્તીના મૂડમાં જોવા મળ્યાં હતાં. ગુરૂવારે ઓરંગાબાદમાં ઓવૈસીએ પઠાન ગેટ રેલી બાદ ડાન્સ કર્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ મંચની સીડી પરથી ઉતરતા હાથમાં ફૂલોનો ગજરો લઈને ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે.

મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીનો ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ચૂંટણી રેલીને સંબોધિત કર્યા બાદ ઓવૈસીએ હાથમાં ફૂલોની માળા લઈને મંચ પરથી ઉતરી રહ્યા હતા ત્યારે મ્યુઝિકની સાથે જોશમાં જોવા મળ્યાં હતાં અને જોરદાર ડાન્સ કરવા લાગ્યા હતાં.


અસદુદ્દીન ઓવૈસી મોટાભાગે પોતાના આકરાં નિવેદનને લઈને ચર્ચામાં રહેતા હોય છે. આ રીતે જોશમાં ફૂલ ફેંકતા ઓવૈસીના ડાન્સનો વીડિયો પહેલી વખત સામે આવ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં ઓવૈસીનો વીડિયો વાયરલ થયો છે.