ટેક્સ લગાવવાથી લોકો એટલા ભડક્યા હતા કે રાજધાની બેરૂતમાં સરકારી ઓફિસની બહાર પ્રદર્શનકારીઓએ ટાયર અને ગાડીઓ સળગાવી હતી. આ હિંસક પ્રદર્શનમાં અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. રિપોર્ટ મુજબ પ્રદર્શનકારીઓએ એરપોર્ટ પર યાત્રીઓ સાથે મારપીટ કરી હતી.
લેબનાનના મંત્રી મોહમ્મદ ચોકેરે શુક્રવારે જાહેરાત કરી કે વોટ્સએપ સહિત કોઇપણ એપથી ઓનલાઇન પર કોઇ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. ચોકેર જણાવ્યું વડાપ્રધાન સાદ હરીરીના અનુરોધ પર વોટ્સએપ કોલ પર ટેક્સ લકાડવાનો નિયમ રદ્દ કરવનો નિર્ણય લેવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે આ મુદ્દા પર હવે મંત્રીમંડળ ચર્ચા કરશે અને દરેક સેવાઓ પહેલાની જેમ ઉપલબ્ધ રહેશે.
આ પહેલા સરકારે જાહેરાત કરી હતી કે, VoIP (Voice-over-internet-protocal) દ્વારા કરવામાં આવેલા દરેક કોલ્સ પર ટેક્સ લગાવવામાં આવશે. જણાવી દઇએ કે VoIP, WhatsApp, Facebook Messenger અને Appleના FaceTime જેવી એપ્સ ઉપયોગ કરે છે.