કેબીસી 12માં ડો. નેહા શાહ આ સિઝનની ચોથી કરોડપતિ બની.  જો કે શો દરમિયાન તે અમિતાભ બચ્ચન સાથે સતત ફ્લર્ટ કરતી જોવા મળી. તેમના ફની અને રોમેન્ટિક અંદાજના કારણે તેની સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઇ રહી છે.  આ ગુજરાતી મહિલાએ શો દરમિયાન બિગ બીને રોમેન્ટિક સોન્ગ પણ ડેડીકેટ કર્યું હતું.

કેબીસી-12 જાણે મહિલાઓ માટે લકી સાબિત થયું છે.  નેહા શાહ પહેલા કૌન બનેગા કરોડ પતિમાં  અનુદાસ, નાઝિયા નસીમ અને આઇપીએસ અધિકારી મોહિતા શર્મા એક કરોડ જીતી ચૂકયાં છે.  કેબીસીની હોટ સીટ પર પહોંચીને કોઇપણ ધૂરંધર નર્વસ થઇ જતાં હોય છે પરંતુ ડો. નેહા શાહનો અંદાજ કંઇક અલગ જ જતો. તે શો દરમિયાન સતત બિગ બિ જોડે ફ્લર્ટ કરતી જોવા મળી. તેમણે ખૂબ જ રમૂજી અંદાજમાં એક કરોડ સુધીનો મુકામ સફળતાથી સર કર્યો હતો. આ જોઇને ન માત્ર દર્શકો નહી  પરંતુ બિગ પણ પ્રભાવિત થઇ ગયા હતા.  તેમણે શો દરમિયાન જીસકા મુજે થા ઇંતેઝાર સોન્ગ ગાઇને બિગ બીને ડેડિકેટ કર્યું હતું.


કોન બનેગા કરોડ પતિની હોટ સીટ પર પહોંચ્યા બાદ નેહા શાહને કરોડો જીતવા કરતા બિગ બી સાથે ફલર્ટ કરવામાં વધુ રસ હોય તેવું દેખાતું હતું. આટલું જ નહી શો દરમિયાન બિગ બીને તેમણે ત્રણ વખત ફ્લાઇંગ કિસ પણ આપી હતી. નેહા શાહએ તેમના રોમેન્ટીક અંદાજમામં બિગ બીને જણાવ્ચું હતું કે, તે સામે હોવાથી તે ગંભીરતાથી ગેઇમ પર ધ્યાન નથી આપી શકતી . તેમણે નિસંકોચ અમિતાભ બચ્ચનને જણાવ્યું હતું કે, તેમણે થોડી રાહ જોવી જોઇતી હતી. નેહા શાહએ બિનદાસ્ત અંદાજ જોઇને અમિતાભ બચ્ચન પણ શોક્ડ થઇ ગયા હતા. જો કે અમિતાભ પણ આ ફર્લર્ટિગને એન્જોય કરતા જોવા મળે છે.

નેહા શાહના બિગ બી સાથેના ફ્લર્ટનો વીડિયો સોની ટીવીએ તેમાના ટ્વીટર એકાઉન્ટર પર શેર કર્યો છે.  ડૉ.નેહા શાહ આ સિઝનનાં ચોથા કરોડ પતિ છે અને હોસ્ટ અમિતાભ બચ્ચન તેમને સાત કરોડ રૂપિયાનો સવાલ પણ કરે છે, જો કે પ્રોમોમાં એ નથી ખબર પડતી કે તે સાત કરોડના સવાલ પર આગળ વધે છે કે કેમ?