નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13ની સિઝન દુબઇમાં રમાઇ હતી, કૉવિડ-19 મહામારીના કારણે આઇપીએલ 2020ને બાયૉ સિક્યૉર એન્વાયરમેન્ટ અને ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવી હતી. આઇપીએલ 2020 દરમિયાન દિલ્હીની એક નર્સ દ્વારા એક ખેલાડી પાસે સોશ્યલ મીડિયા દ્વારા ટીમની અંદરની માહિતી માંગવાનો મામલો સામે આવ્યો છે.


ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે તે નર્સ આઇપીએલ મેચ પર સટ્ટા લગાવવા માંગતી હતી, અને એટલા માટે તેને ખેલાડીને સોશ્યલ મીડિયા દ્વારા ટીમની અંદરની જાણકારી માંગી હતી. ભારત માટે રમી ચૂકેલી પૂર્વ ક્રિકેટરે ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડની એન્ટી કરપ્શન યૂનિટને આખો કિસ્સો બતાવી દીધો છે. આ ક્રિકેટર અનુસાર ટૂર્નામેન્ટની વચ્ચે 30 સપ્ટેમ્બરે આ ઘટના ઘટી હતી. 19 સપ્ટેમ્બરે આઇપીએલ 2020ની પહેલી મેચ રમાઇ હતી. ક્રિકેટરે બતાવ્યુ કે નર્સ સાઉથ દિલ્હીની કોઇ હૉસ્પીટલમાં કામે કરે છે.

સુત્રો અનુસાર ક્રિકેટર અને નર્સની મુલાકાત લગભગ ત્રણ વર્ષ પહેલો આનલાઇન થઇ હતી. નર્સ ખુદને ક્રિકેટરની ફેન બતાવતી હતી, અને કહ્યું હતુ કે તે દિલ્હીની એક પ્રાઇવેટ હૉસ્પીટલમાં ડૉક્ટર છે. ક્રિકેટર હાલમાં પણ તેને સંપર્કમાં હતો, અને કૉવિડ-19 મહામારીના સંક્રમણથી બચવા માટે તેની પાસે સલાહ લઇ રહ્યો હતો.

બીસીસીઆઇના એસીયૂના ચીફ અજિત સિંહે આ મામલાની પુષ્ટિ કરી છે, પરંતુ હવે કહ્યું કે આ મામલો હવે ખતમ થઇ ગયો છે, તેને ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું ખેલાડીએ અમને આઇપીએલ દરમિયાન જ જણાવી દીધુ હતુ, અમે આની તપાસ કરી છે અને આ કેસ હવે ખતમ થઇ ચૂક્યો છે.