મુંબઈઃ એક્ટ્રેસ એમી જેક્સન હાલમાં પોતાના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરવાને કારણે ચર્ચામાં છે. તો બીજી બાજુ હેરાન કરનારા અહેવાલ સામે આવ્યા છે. એમીએ આ વાતની ખુદ જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. યૂકેમાં મધર્સ ડેના અવસર પર એમીએ જણાવ્યું કે, તે માતા બનવાની છે. તેણે પોતાના બેબી બંપ સાથે એક તસવીર પણ શેર કરી છે.



એમીએ પોતાના ફિયાન્સે સાથે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ તસવીરમાં એમીએ લખ્યું, ‘હું મારા ઘરની છત પર ઊભી રહી બૂમો પાડીને આ ઘોષણા કરવાની રાહ જોઈ રહી હતી અને આના માટે મધર્સ ડેથી શ્રેષ્ઠ દિવસ નહોતો. હું પહેલેથી આ દુનિયામાં કોઈ વસ્તુને સૌથી વધુ પ્રેમ કરું છું તો તે છે પવિત્ર અને નિશ્ચલ પ્રેમ. અમે તને મળવા માટે વધારે રાહ જોઈ શકીએ તેમ નથી અમારા તુલા રાશિના બાળક.’


આ એમીના લાખો ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર છે જે તેના લૉન્ગટાઈમ બૉયફ્રેન્ડ સાથે સગાઈથી ખૂબ જ ખુશ હતા. એમી આશરે 4 વર્ષથી જ્યૉર્જને ડેટ કરી રહી હતી. જણાવાઈ રહ્યું છે કે, આ કપલ આગામી વર્ષે ગ્રીસમાં લગ્ન કરી લેશે.



ઉલ્લેખનીય છે કે, અગાઉ એમીનું નામ ઘણા સમય સુધી ભારતીય ક્રિકેટ હાર્દિક પંડ્યા સાથે ચર્ચામાં રહ્યું હતું, બંને ઘણી ઈવેન્ટ્સમાં એકબીજાની સાથે દેખાયા હતા. મીડિયામાં તેમના અફેર્સ વિશે પણ ચર્ચા આવી હતી. જોકે બન્નેએ આ મામલે ક્યારેય કોઈ સ્પષ્ટતા કરી ન હતી.