નવી દિલ્હી: તમિલ અને બૉલિવૂડની જાણીતી એક્ટ્રેસ એમી જેક્સન અને તેના પતિ જૉર્જ પાનાયિયોતોના ઘરે બેબી બોયના રૂપમાં એક નાનકડો મહેમાન આવ્યો છે. એમીએ પોતાના પુત્રની પ્રથમ ઝલક સોશિયલ મીડિયા ફેન્સ સાથે શેર કરી છે. તેણે એક તસ્વીર શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.



એમી અને જૉર્જે પોતાના પુત્રનું નામ એન્ડ્રિયાઝ રાખ્યું છે. એમી જેક્શને એક નાનકડો વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેનો ક્યૂટ દીકરો જોવા મળી રહ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને બહુ પસંદ પણ કરી રહ્યા છે. એમીના મિત્રો અને પરિવારના લોકો અભિનંદન પાઠવી રહ્યાં છે. સાથે ફેન્સ પણ અભિનંદન આપી રહ્યાં છે.


એમી જેક્શ પ્રેગ્નેન્સી દરમિયાન પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હતી. પ્રેગ્નેન્સી દરમિયાન કેટલાય ફોટોશૂટ પણ કરાવ્યા હતા જે ખૂબ વાયરલ થયા હતા. ઉલ્લેખનીય છે કે એમી જેક્સન ફિલ્મ ‘સિંઘ ઈજ બ્લિંગ’ બાદ તે બૉલીવુડમાં છવાઈ ગઈ હતી અને છેલ્લે તેને ફિલ્મ 2.0માં અક્ષય કુમાર અને રજનીકાંત સાથે નજર આવી હતી. (તસવીર- ઇન્સ્ટાગ્રામ)