નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં તનાવની પરિસ્થિતિને જોતા અમેરિકાએ પોતાના નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી દીધી છે, જેમાં અમેરિકન નાગરિકોને ગુના અને આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવા કહ્યું છે.



અમેરિકાએ પોતાના નાગરિકોને જમ્મુ-કાશ્મીર ના જવા અને સાથે ભારત અને પાકિસ્તાનની બોર્ડરથી 10 કીમી દુર રહેવા કહેવામાં આવ્યુ છે. આ ઉપરાંત હુમલા અને રેપ જેવા ગુનાઓથી પણ સતર્ક રહેવા કહેવાયુ છે.



અમેરિકાએ એડવાઇઝરી જાહેર કરતાં કહ્યું છે કે આતંકવાદ અને નાગરિક અસ્થિરતાના કારણે પૂર્વીય લદ્દાખ અને લેહને છોડીને જમ્મ-કાશ્મીર ના જવું. બોર્ડર પર ભારે ફાયરિંગની સંભાવના છે. અમેરિકાએ આ એડવાઇઝરી લેવલ-2માં રજૂ કરી છે.