અમદાવાદ આવ્યા બાદ મોદી અને ટ્રમ્પ રોડ શૉ કરી મોટેરા સ્ટેડિયમમાં પહોંચશે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું કે, મોદી અને ટ્રમ્પના 22 કિમી લાંબા રોડ શૉ દરમિયાન એક થી બે લાખ લોકો તેમનું સ્વાગત કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયોમાં કહ્યું હતું, ‘અમદાવાદના રોડ શોમાં 70 લાખ લોકો હાજર રહેશે. મોદી અહીં આવ્યા ત્યારે હું માત્ર 50 હજાર લોકો જ ભેગા કરી શક્યો હતો.’
સ્ટેડિયમમાં અલગ-અલગ પાસ
આ માટે મોટેરા સ્ટેડિયમમાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. મોટેરા ખાતે નમસ્તે ટ્રપ કાર્યક્રમ માટે બે અલગ અલગ પાસ આપવામાં આવ્યા છે. જે મુજબ 23 તારીખ સુધી તમામ તૈયારી માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકોને અલગ અલગ પાસ આપવામાં આવ્યા છે. જ્યારે 24 તારીખ માટે અલગ પાસ આપવામાં આવ્યા છે. સ્ટેડિયમની અંદર નેટરવર્કિંગ માટે 100 થી વધારે લોકોની ટીમ તહેનાત રહેશે. દરેક પાસ પર ખાસ બારકોડ રાખવામાં આવ્યો છે. જેના આધારે જે વ્યક્તિનો પાસ હશે તેની તમામ માહિતી મળી રહેશે.
મોટેરામાં ઉભી કરાઈ ટેમ્પરરી હોસ્પિટલ
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ મોટેરા સ્ટેડિયમમાં જ પચ્ચીસ બેડની ટેમ્પરરી હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. 53 એમ્બ્યુલન્સ સાથે 24 મેડિકલ ટીમો રોડ શોના રૂટ પર ખડેપગે રહેશે. 35 ડિગ્રી ગરમીમાં આમંત્રિતોને મુશ્કેલી વેઠવી પડશે, ઉપરાંત આઠ જિલ્લાનો મેડિકલ સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે.
ગુજરાતમાં ખુલી શકે છે યુએસ એમ્બેસી
ટ્રમ્પની મુલાકાત બાદ રાજ્યને મોટી ભેટ મળી શકે છે. ગુજરાતમાં અમેરિકન વિઝા સેન્ટર ખોલવાની જાહેરાત થઈ શકે છે. અમેરિકન એમ્બેસી શરૂ કરવા માટે વડાપ્રધાન કાર્યાલય, ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલય અને એક્સટર્નલ અફેર્સ મંત્રાલય દ્વારા મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ભારતમાં US વિઝા માટે અરજી કરતા લોકોમાં ગુજરાતીઓની સંખ્યા વધારે છે. હાલ ગુજરાતમાં અમેરિકન એમ્બેસી ન હોવાથી વીઝા લેવા માટે મુંબઇ, દિલ્હી કે ચેન્નાઇ જવું પડે છે. જો ગુજરાતમાં યુએસ એમ્બેસી ખુલશે તો ઘણા લોકોને લાભ થશે.
INDvNZ: આવતીકાલથી પ્રથમ ટેસ્ટ, જાણો કેટલા વાગે ને કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ
ટ્રમ્પની મુલાકાત બાદ ગુજરાતને મળી શકે છે મોટી ભેટ, રાજ્યમાં યુએસ એમ્બેસીની થઈ શકે છે જાહેરાત
કમલ હાસનની ફિલ્મ ઈન્ડિયન-2ના સેટ પર દુર્ઘટના, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત 3નાં મોત, 10 ઘાયલ