મુંબઈ: અભિનેતા સલમાન ખાન બોલિવૂડનો મોટો સ્ટાર છે સલમાન ખાન જ્યાં પણ જાય ત્યાં ચાહકો પહોંચી જાય છે. ફિલ્મ ‘રાધે ઈન્ડિઝા મોસ્ટ વોન્ટેડ’ના શૂટિંગ માટે સલમાન ખાન ગોવા પહોંચ્યો હતો. જ્યાં તેને ચાહકો ખુશ ખુશાલ થઈ ગયા હતાં. જોકે આ બધાંની વચ્ચે એક ચાહક સલમાન ખાનની એક તસવીર ક્લિક કરવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ સલમાને જઈ રહ્યો હતો તે દરમિયાન તેણે તે યુવકનો ફોન છીનવી લીધો હતો. આ જોઈને હાજર લોકો ચોંકી ગયા હતાં.


આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં સલમાન કૂદકો મારીને તે યુવકનો મોબાઈલ છીનવી લે છે જે તેની પરમિશન વગર ફોટો ખેંચી રહ્યો હતો. આ જોઈને ચાહકો પણ વિચારમાં પડી ગયા હતા કે સલમાન ખાને આવું કેમ કર્યું?

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન ખાન કોઈને પણ પરમિશન વગર ફોટો પાડવા દેતો નથી તેવો તેનો ફંડા છે. જોકે આ યુવકે સલમાનનો ફોટો પાડવાનો પ્રયત્ન કરતો હતો જેના કારણે સલમાને તેનો મોબાઈલ છીનવી લીધો હતો.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાં ચાહકોને સલમાન ખાનનું આ વર્તન પસંદ આવ્યું નહતું. જોકે ઘણાં ચાહકોએ તો સલમાનનો તરફ પણ બોલ્યા હતાં. સલમાનનો આ વીડિયો વાયરલ થયા બાદ ચાહકોએ શું કહ્યું તેની પર એક નજર કરો.