મુંબઈઃ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યની મુશ્કેલી વધી શકે છે. 33 વર્ષની એક મહિલાએ તેની વિરૂદ્ધ અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે, ગણેશ તેમને એડલ્ટ વીડિયોઝ જોવા માટે દબાણ કરતા હતા. સાથે જ તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામથી દૂર રાખતા હતા અને આવકમાં કમીશનની માગ કરતા હતા.


મહિલાએ ફરિયાદ કોપીમાં લખ્યું, ‘જ્યારથી ગણેશ ભારતીય ફિલ્મ એન્ડ ટેલિવિઝન કોરિયોગ્રાફર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી બન્યા છે ત્યારથી મને પરેશાન કરી રહ્યા છે. જ્યારે મેં ગણેશની વાત ન માની તો ગણેશે પોતાની સભ્યતાનો ઉપયોગ કરીને મને એસોસિએશનમાંથી બહાર કરી દીધી. ઉપરાંત ગણેશે મને પોતાના અસિસ્ટન્ટ બનાવવા માટે પણ કહ્યું, પરંતુ મેં ના પાડી કારણ કે સ્વતંત્રત રીતે કામ કરવા માગતી હતી.’



એએનઆઇના ટ્વિટ મુજબ મુંબઇમાં 33 વર્ષીય મહિલા કોરિયોગ્રાફર અને ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલીવિઝન કોરિયોગ્રાફર એસોશિયેશનના જનરલ સેક્રેટરી ગણેશ આચાર્યની વિરુદ્ધ રાજ્યના મહિલા આયોગ અને અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલા કોરિયોગ્રાફરે ગણેશ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. મહિલાનો આરોપ છે કે ગણેશ તેમને ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ તેમની પર એડલ્ટ વીડિયો દેખવાનો દબાવ પણ નાંખી રહ્યા છે.



મહિલાએ કહ્યું કે, ‘હું જ્યારે પણ તેમની ઓફિસે જતી હતી ત્યારે તે હંમેશા એડલ્ટ વીડિયોઝ જોવા રહેતા હતા. મને પણ એડલ્ટ વીડિયો જોવા માટે કહેતા હતા. આ બધું સાંભળીને ગુસ્સો આવતો હતો. મને ખબર છે કે તે વુમેનાઈઝર છે અને ગૈંબલિંગ ઇન્વોલ્વ છે.’



જણાવી દઇએ કે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ હાલમાં જ એક ડાન્સર એસોસિએશન બનાવ્યું છે. જેનું નામ ઓલ ઇન્ડિયા ફિલ્મ, ટેલિવિઝન એન્ડ ઇવેન્ટ ડાન્સર્સ એસોસિએશન છે. આને લઇને હવે સીડીએએ ચિંતા જાહેર કરી છે. ગણેશ આચાર્યએ યૂટ્યૂબ દ્વારા કેટલાક વીડિયો પોસ્ટ કરીને કેમ AIFTEDAની અવશ્યકતા ઊભી થઇ તે મામલે ખુલાસો આપતા આ ખબરો ચર્ચાનું કેન્દ્ર બની હતી.