પ્રથમ વખત પિતા સાથે ફિલ્મમાં કામ કરશે આ હોટ અભિનેત્રી

જ્યારે સોનમ કપૂરની ફિલ્મ વિરે દી વેડિંગ પણ આવી રહી છે. તેમાં તેની સાથે સ્વરા ભાસ્કર અને કરીના કપૂર ખાન કામ કરી રહી છે. આ ફિલ્મ 15 મેના રોજ રિલીઝ થવાની છે.
અનિલ કપૂરની ફિલ્મ ફન્ને ખાં અને રેસ-3 બન્ને 15 જૂનના દિવસે રિલીઝ થઈ રહી છે. તેમાં ઐશ્વર્યા રાય બચ્ચન પણ કામ કરી રહી છે.
આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પંજાબમાં થશે. કહાની પટિયાલાના એક પરિવારની છે. સોનમ કપૂર તેમાં અનિલ કપુરની દીકરીની ભૂમિકા ભજવશે.
આ ફિલ્મમાં અનિલ કપૂર અને સોનમ કપૂરની સાથે મધૂ માલતી પણ કામ કરશે. તે ટીવી દુનિયાનું એક જાણીતું નામ છે.
આ ફિલ્મનું નામ છે ‘એક લડકી કો દેખા તો એસા લગા’. જાણીતા ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર વિધૂ વિનોદ ચોપરાની બહેન શૈલી ચોપરા આ ફિલ્મને ડાયરેક્ટર કરવાની છે. ત્યાં સુધી કે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે ‘1942- અ લવ સ્ટોરી’માં એક લડકી કો દેખા એક ગીત હતું જે ખૂબ જ હીટ રહ્યું હતું. વર્ષ 1994માં આવેલ આ ફિલ્મના ડાયરેક્ટર વિધૂ વિનોદ ચોપરા જ હતા.
અનિલ કપૂર ઝક્કાસ હીરો હોવા ઉપરાંત એક બિન્દાસ પિતા પણ છે. જ્યારે સોનમ કપૂરને ફિલ્મ નીરજા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો ત્યારે તે ઉભા થઈને તાળીઓ પાડતા હતા. તેમના ચહેરા પર પિતા હોવાની ખુશી જોવા મળી રહી હતી. લેટેસ્ટ અહેવાલ અનુસાર અનિલ કપૂર પ્રથમ વખત દીકરી સોનમ કપૂર સાથે ફિલ્મમાં કામ કરવાના છે.