એક થપ્પડથી શરૂ થઈ હતી ‘પદ્માવત’ની બબાલ, જાણો સમગ્ર વિવાદ દરમિયાન ક્યારે શું થયું
19 જાન્યુઆરી 2018: રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ પર રિવ્યૂ પિટીશન દાખલ કરી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી. કોર્ટે પદ્માવત રિલીઝ કરનારા સિનેમાઘરોને સુરક્ષા આપવાનો આદેશ કર્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App25 જાન્યુઆરી 2018: વિરોધ વચ્ચે પદ્માવતી રિલીઝ થઈ.
23 જાન્યુઆરી 2018: રાતે અમદાવાદમાં કરણી સેનાના કાર્યકરોએ આતંક મચાવી વાહનોમાં આગચંપી કરી શહેરને બાનમાં લીધું. જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા.
18 જાન્યુઆરી 2018: સુપ્રીમ કોર્ટે ફિલ્મ 25 જાન્યુઆરીએ આદેશ કર્યો. ચાર રાજ્યો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવાયો.
રિલીઝ ડેટ આવતા જ ફિલ્મને ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેસ સરકારે બેન કરી દીધો અને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો.
નવેમ્બર 2017: પદ્માવતીનું ટ્રેલર રિલીઝ થયું. કરણી સેનાએ અનેક શહેરોમાં તોડફોડ કરી. ઘૂમર ગીતનો વિરોધ કર્યો.
28 ડિસેમ્બર 2017: વિવાદ વધતો જોઈ સેન્સર બોર્ડે 3 ઇતિહાસકારોને ફિલ્મ દર્શાવી. જે બાદ નામ પદ્માવતીમાંથી પદ્માવત કરવામાં આવ્યું. ફિલ્મમાં 5 ફેરફાર કરવામાં આવ્યા અને રિલીઝ ડેટ 25 જાન્યુઆરી નક્કી કરવામાં આવી.
27 જાન્યુઆરી 2017: જયપુરના જયગઢ કિલ્લામાં ફિલ્મ પદ્માવતીના શૂટિંગ દરમિયાન સંજય લીલા ભણશાલીને કરણી સેનાના યુવકોએ થપ્પડ મારીને સેટ પર તોડફોડ કરી હતી. જે બાદ આ વિવાદ દેશભરમાં શરૂ થયો હતો.
1 ડિસેમ્બર 2017: પદ્માવતની સૌથી પ્રથમ રિલીઝ ડેટ હતી પરંતુ વિરોધને જોતાં રિલીઝ ડેટ લંબાવવામાં આવી.
મુંબઈઃ આજે દેશભરમાં આશરે સાત હજારથી વધારે સ્ક્રીન પર પદ્માવત રિલીઝ થઈ રહી છે. કરણી સેનાના વિરોદ બાદ અનેક સિનેમાઘરોમાં ફિલ્મ દર્શાવવામાં નહીં આવે. ગુજરાત સહિત 4 રાજ્યોએ ફિલ્મ રિલીઝથી ઇનકાર કર્યો છે. સરકારે ફિલ્મ દર્શાવવા માંગતા થિયેટર બહાર સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 27 જાન્યુઆરી, 2017ના રોજ આ વિવાદ શરૂ થયો હતો, તે આજ દિન સુધી ચાલુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -