બોલિવૂડ એક્ટર અનિલ કપૂરે પત્ની સુનિતાના બર્થ ડે પર બ્રાન્ડ ન્યૂ મર્સિડિઝ બેંજ કાર ગિફ્ટ કરી છે. આ સાથે તેમણે પત્ની માટે ખૂબ ખાસ અન્ય એક ગિફ્ટ પણ આવી છે. તે છે ઇમોશન મેસેજ, જી હાં તેમણે પત્ની માટે બર્થ ડે પર ઇમોશન પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર લખી છે.


બોલિવૂડ સ્ટાર અનિલકપૂરે તેમની સફળતાનું શ્રેય પત્ની સુનિતાને આપ્યું. અનિલ કપૂરે પત્ની સુનિતાને આ વર્ષે બર્થ ડે પર ખૂબ જ મોંઘી ગિફ્ટ આપી છે. અનિલ કપૂરના ઘરની બહાર પૈપરાજીને નવી કાર જોવા મળી. આ ડાર્ડ બ્લેક કલરની કાર મર્સિડીઝ બેંજ સીએલએસ છે.જેની હાલની કિંમત એક કરોડ રૂપિયાની આસપાસ છે.



સુનીતા કપૂર આ ગિફ્ટ મેળવીને ખૂબ જ ખુશ છે.તેમણે ગિફ્ટમાં મળેલી મર્સિડીઝ બેંજની પૂજા કરી હતી.ઘરની બહાર પડેલી કાર પર તિલક અને ફુલો, હાર,ચઢાવેલા હતા. આ પહેલા અનિલ કપૂરે સોશિયલ મીડિયા પત્ની સુનિતાને બર્થ જે વિશ કરતી એક ઇમોશનલ પોસ્ટ પણ લખી હતી.



અનિલ કપૂરે પત્ની સાથેની કેટલીક તસવીરો શેર કરીને લખ્યું કે, ‘મારી જિંદગીનો પ્રેમ સુનિતા કપૂર માટે, તેમણે કહ્યું કે,થર્ડ ક્લાસ ટ્રેનના કોચથી માંડીને લોકલ બસ, રિક્ષા, કાળી પીળી પટ્ટી વાળી ટેક્સી સુધી અને ઇકોનોમિક ઉડાનથી માંડીને બિઝનેસથી ફર્સ્ટ ક્લાસ સુધી અને દક્ષિણાં કરાઇકુટ્ટી ગામની અજબી હોટેલમાં રહેવાથી માંડીને લેહ લેદ્દાખના એક તંબૂમાં રહેવા સુધી. અમે  પોતાના ચહેરા પર મુસ્કાન અને દિલમાં પ્રેમ રાખીને અહીં સુધીનો સફર ખેડ્યો. આવા લાખો કારણોમાંથી આ પણ એક કારણ છે, જેના કારણે હું તેને પ્રેમ કરૂં છુ’



અનિલ કપૂરે આગળ લખ્યું કે, “તું મારી મુસ્કાનનું કારણ છે અને તારા કારણે જ મારી જિંદગી ખુશહાલ છે. હું ખૂબ જ નસીબદાર છું કે, મારી સોલમેટ જ મારી જીવનસાથી છે. હેપી બર્થ ડે. હંમેશા પ્રેમ કરતો રહીશ”


 





Education Loan Information:

Calculate Education Loan EMI