મુંબઈઃ અભિનેતા અનિલ કપૂર ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરની બાયોપિકમાં કામ કરવા માગે છે. અનિલ કપૂરને જ્યારે ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે, તે ક્યા ખેલાડીની બાયોપિકમાં કામ કરવા માગે છે, તો અનિલે કહ્યું કે, સચિન તેંડુલકર. કેમ કે, હું તેનો બહુ મોટો ફેન છું.




બીજી બાજુ, અનિલ કપૂરની હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ 'ટોટલ ધમાલ' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. જ્યાં આ ફિલ્મમાં માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની જોડી ઘણા વર્ષો પછી જોવા મળી છે. માધુરી સાથે લાંબા સમય બાદ સાથે કામ કરવા અંગેના અનુભવ અંગે અનિલ કપૂરે કહ્યું કે, મને એવું લાગ્યું કે એક દિવસ પણ પસાર થયો નથી. એક સાથે કામ કરવાનું ધમાકેદાર રહ્યું. તે ઇન્ડસ્ટ્રીની સારી અભિનેત્રીઓમાંથી એક છે.