રાજકોટ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૈયા રોડ પર નિર્માણ પામેલા બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ સીએમ રૂપાણીએ ખુલી જીપમાં બેસી બ્રિજ પરથી પસાર થયા હતા. રાજકોટના રૈયા ચોકડી પર બનેલા નવા બ્રિજને શહીદ અમર જવાન બ્રિજ નામ આપવામાં આવ્યું છે.


મહાપાલિકા દ્વારા 150 ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી ખાતે ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે જેનું કામ વર્ષ 2016માં શરૂ કરવામાં આવ્યું હતું. ઓવરબ્રિજની લંબાઈ 622 મીટર છે.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ 150 ફુટ રિંગ રોડ ખાતેના સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુના મેદાન ખાતે વિવિધ લોકાર્પણ તેમજ ભુમિપૂજન રિમોટ કંટ્રોલ વડે કર્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેરી સત્તામંડળ, રાજકોટ પોલીસ અને દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો જેમાં રૂ. 41.50 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વોર્ડ નં-4 ડીમાર્ટ પાછળના નિર્મિત 616 આવાસોનું લોકાર્પણ કર્યું હતું.

વાંચો:  ગુજરાત કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ લોકસભા ચૂંટણી લડવાની પાડી ના, જાણો શું કહ્યું