અર્જૂન કપૂર અને મલાઇકા અરોડાના અફેર પર પહેલીવાર બોલ્યો અનિલ કપૂર, કહી દીધી આ મોટી વાત
મુંબઇઃ અર્જૂન કપૂર અને મલાઇકા અરોડાના રિલેશનની ચર્ચાની વચ્ચે હવે અનિલ કપૂરનું ખાસ નિવેદન આવ્યુ છે. અનિલ કપૂરે કહ્યું કે, તેમની ખુશીમાં મારી ખુશી છે. અવારનવાર બન્ને સ્ટાર ક્યારેય લંચ પર તો ક્યારે ડિનર પર એકસાથે જોવા મળે છે, પણ બન્નેના રિલેશન વિશે હજુ કોઇ ઓફિશિયલી ખુલાસો આવ્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, મલાઇકા અરોડા પોતાના પૂર્વ પતિ અરબાઝ ખાનથી અલગ થઇ ચૂકી છે. બન્ને સ્ટાર એકબીજા સાથે તલાક લઇ ચૂક્યા છે. તાજેતરમાં દિવસોમાં મલાઇકાને અર્જૂનની સાથે અનેકવાર જોવામાં આવી છે, જેનાથી એવી ખબર જોર પકડી રહી છે કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
તેમને કહ્યું કે, હું અર્જૂનને બહુજ સારી રીતે જાણુ છે અને જે વસ્તુ તેને આનંદ આપે છે તેનાથી હું પણ ખુશ છું. હું તે અર્જૂનના ડિસીઝનથી ખુશ છું. અનિલ કપૂર પોતાના ભત્રીજા અર્જૂન કપૂરની ખુબ નજીક છે. બન્ને કેટલીય જગ્યાએ સાથે જોવા મળ્યા છે. એટલું જ નહીં બન્ને એકસાથે ફિલ્મ ‘મુબારકા’માં પણ કામ કરી રહ્યાં છે.
અર્જૂન અને મલાઇકાની ચર્ચા વચ્ચે હવે કાકા અને બૉલીવુડના સ્ટાર અભિનેતા અનિલ કપૂરનું નિવેદન સામે આવ્યુ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર અનિલ કપૂરે નેહા ધૂપિયાના પોડકાસ્ટ શૉ ‘નૉ ફિલ્ટર નેહા’માં કહ્યું કે, તે અર્જૂનને બહુજ સારી રીતે જાણે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -