ધોનીની કેપ્ટનશી પર ગંભીરે તાક્યુ નિશાન, કહ્યું- 2015ના વર્લ્ડકપની ટીમ 2012માં જ નક્કી કરી લેવાઇ હતી
ગંભીરે કહ્યુ કે જ્યારે અમારે ઓસ્ટ્રેલિયામાં એક જીતની બહુ જરૂર હતી ત્યારે હોબાર્ટમાં સચીન અને સહેવાગે ઓપનિંગ કરી હતી, હું નંબર ત્રણ પર આવ્યો હતો અને વિરાટ નંબર ચાર પર. તે મેચ ભારતે જીતી ગયુ હતુ. અમને સીરીઝમાં રૉટેટ કરવામાં આવી રહ્યાં હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગંભીરે કહ્યું કે, વર્ષ 2012માં ઓસ્ટ્રેલિયામાં થયેલી સીબી સીરીઝ દરમિયાન પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મને સચીન તેંદુલકર, વિરેન્દ્ર સહેવાગને એકસાથે ના રમાડવાનો નિર્ણય કર્યો હતો. ધોની 2015માં યુવાઓને વર્લ્ડકપમાં તક આપવા માંગતા હતા.
ગંભીરે ધોની અને પસંદગી સમિતિના નિર્ણય પર આક્રોશ ઠાલવ્યો હતો. તેને કહ્યું કે મને એક મોટો ઝટકો લાગ્યો જ્યારે મને ખબર પડી કે 2015 વર્લ્ડકપની ટીમનું સિલેક્શન વર્ષ 2012માં જ થઇ ગયુ છે.
નવી દિલ્હીઃ તાજેતરમાં જ ક્રિકેટમાંથી સન્યાસ લઇ ચૂકેલા પૂર્વ દિગ્ગ્જ બેટ્સમેન ગૌતમ ગંભીરે હવે મહેન્દ્રસિંહ ધોનીને આડેહાથે લીધો છે. ગંભીરે આરોપ લગાવ્યો છે કે ધોનીએ અને સિલેક્ટર્સે 2015ના વર્લ્ડકપ માટેની ટીમ વર્ષ 2012માં નક્કી કરી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ગંભીરે શનિવારે ફિરોઝશાહ કોટલા મેદાન પર શાનદાર બેટિંગ કરીને રણજી કેરિયરની 42મી સદી ફટકારી હતી. આ ગંભીરને અંતિમ મેચ હતી. મેચ ડ્રૉ જતાં દિલ્હી અને આંધ્રપ્રદેશને એક પૉઇન્ટ મળ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -