કચ્છમાં થયો કમોસમી વરસાદ: અચાનક ગુજરાતમાં કેમ વધી ગઈ ઠંડી? જાણો વિગત
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં હિમ વર્ષા થતાં ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે. ઉત્તર-પૂર્વમાં પવનના કારણે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં અનેક સ્થળે હિમવર્ષા થઈ છે જ્યારે ઘણાં સ્થળોએ ધુમ્મસ પણ છવાયેલું જોવા મળ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 30.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન શનિવાર કરતાં 2 ડિગ્રી જેટલું ગગડીને 14.1 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર-પૂર્વથી ઉત્તરનાં ઠંડા પવનોથી અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડીનું જોર વધતાં રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગુજરાતનાં 10 શહેરોમાં ઠંડીનો પારો 16 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.
12થી 13 ડિસેમ્બર બાદ બેથી ત્રણ ડિગ્રી ગગડતાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે. જ્યારે ભર શિયાળે કચ્છના લખપતમાં વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.
કચ્છ: અફઘાનિસ્તાનનાં પૂર્વીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની અસરથી 10 અને 11 ડિસેમ્બરમાં બે દિવસમાં માવઠાની શક્યતા જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં અનેક સ્થળે ઝાપટાં પડ્યા હતાં જ્યારે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડે તેવી શક્યા છે તેવું હવામાન વિભાગે કીધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -