અંકિતા લોખંડેના આ ડાન્સ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં અંકિતા અને વિક્કી ઋત્કિક રોશન સ્ટારર બેંગ બેંગના ટાઈટલ ટ્રેક પર ડાન્સ કરી રહ્યા છે. આ દરમિયાન બંનેએ નાઈટ ડ્રેસ પહેર્યો છે. અંકિતાએ વીડિયો શેર કરતા લખ્યું, વિક્કી અને અંકી, ડાન્સ કરતા એ પણ નાઈટ ડ્રેસમાં.
અંકિતા અને વિક્કીના આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં અંકિતા પોતાના શાનદાર ડાન્સ મૂવ્સ બતાવતી જોવા મળી રહી છે. અંકિતાના આ ડાન્સ વીડિયો પર તેના ફેન્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોને આશરે બે લાખની નજીક વ્યૂઝ મળી ચૂક્યા છે.