નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી કોરોનાની સ્થિતિને લઈ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં કુલ આથ રાજ્યોના મુખ્યમંત્રી સામેલ છે, જેમાં દિલ્હી, ગુજરાત, બંગાળ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હાજર છે. બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વધારા બેડ્સની માગ કરી તો ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યોના સાવચેત રહેવા માટે કહ્યું છે.

આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ વાયરસની રસીને લઈને મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, રસી ક્યારે આવશે, તેનો સમય આપણે નક્કી ન કરી શકીયે પરંતુ એ તો વૈજ્ઞાનિકોના હાથમાં છે. પીએમ મોદીએ આજની બેઠકમાં આ વાત કહી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કેટલાક લોકો આ મામલે રાજનીતિ કરી રહ્યા છે, પરંતુ કોઈને રાજનીતિ કરતા રોકી ન શકાય. રસી ક્યારે આવશે, એ વૈજ્ઞાનિકો જ નક્કી કરશે.

દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ ફરીથી એક વખત ઝડપથી વધી રહ્યા છે. તેમાં દેશની રાજધાની દિલ્હી પણ સામેલ છે. ત્યાર બાદ હવે પીએમ મોદીએ કોરોના વાયરસના વધતા કેસને લઈને આઠ રાજ્યોના મુખઅયમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરી છે.

રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, આપણા વૈજ્ઞાનિકો સતત રસીને લઈને કામ કરી રહ્યા છે પરંતુ પરંતુ અમે રસીના આવાવનો સમય નક્કી ન કરી શકીએ. રસીનું આવવું અમારા હાથમાં નથી અને ન તો એ ખબર છે કે ક્યારે કોરોનાની રસી આવશે. જ્યારે પશ્ચિમ બંગાળના મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળમાં કોરોનાની સ્થિતિ ઘણી ખરાબ છે અને રાજ્યમાં તમામ જરૂરી દિશાનિર્દેશોનું પાલન થઈ રહ્યું છે. જોકે તેમણે એ પણ કહ્યું કે, સરકાર ઝડપથી જીએસટીની બાકીની રકમ આપે.