'મીમ્સની રાની' બની અનુષ્કા શર્મા, વાયરલ લૂક પર પહેલીવાર તોડ્યુ મૌન, જાણો શું કહ્યું
'સુઇ ધાગા- મેડ ઇન ઇન્ડિયા' આત્મનિર્ભરતાની કહાની છે. આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સ (વાયઆરએફ)ના બેનર હેઠળ બની છે. આ ફિલ્મનું નિર્દેશન શરત કટારિયા કરી રહ્યાં છે. આ ફિલ્મને મનીષ શર્માએ લખી છે, ફિલ્મ આ વર્ષે ગાંધી જયંતી વખતે રિલીઝ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, ફિલ્મમાં અનુષ્કાના એક્સપ્રેશનને સોશ્યલ મીડિયા યૂઝર્સે લૉકલ ટ્રેનથી લઇને એક્ઝામિનેશન હૉલ અને કેબ પિક પ્લાઇન્ટ સુધીની અનેક પરિસ્થિતિઓ સાથે જોડીને ખુબ ટ્રૉલ કરી છે.
થોડાક દિવસો પહેલા ફિલ્મના ડાયરેક્ટરે પણ આના ઉપર એક વીડિયો શેર કરીને તેની સાથે લખ્યુ હતું- Couldn’t resist.... આ વીડિયોમાં અનુષ્કાને મારિયોની જગ્યાએ બતાવવામાં આવી છે.
ત્યારબાદ આ ટ્વીટને Quote કરતા અનુષ્કાએ લખ્યું- જબરદસ્ત
કાલે સાંજે મીમ્સને શેર કરીને વરુણ ધવને સોશ્યલ મીડિયા પર લખ્યું- મીમ્સની રાની, મમતા, હાહાહા (#MEMESkirani #mamta hhahaha)
નવી દિલ્હીઃ અનુષ્કા શર્મા આજકાલ સોશ્યલ મીડિયા પર છવાઇ છે. ફિલ્મ સુઇ ધાગાનો તેને લૂક વાયરલ થઇ રહ્યો છે. આ ફિલ્મમાં અનુષ્કા મમતાની ભૂમિકા નિભાવી રહી છે. ફિલ્મની એક તસવીરમાં અનુષ્કા શર્મા સાડી પહેરીને, મોં પર હાથ મુકીને બેઠી છે. આ તસવીરને લોકો ફોટોશૉપ કરીને મીમ્સ બનાવીને વાયરલ કરી રહ્યાં છે. કેટલાય દિવસોથી ચાલી રહેલી આ મજાક પર હવે અનુષ્કા શર્મા અને વરુણ ધવને પ્રિતિક્રિયા આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -