અનુષ્કાએ લગ્ન વિશે વાત કરતાં કહ્યું કે, મે 29 વર્ષની ઉમરે લગ્ન કર્યા કે જે એક હિરોઈન તરીકે થોડા વહેલા કહેવાય. મે એટલા માટે વહેલા લગ્ન કર્યા કે મને પ્રેમ થઈ ગયો હતો અને હું એને પ્રેમ કરૂ છું. લગ્ન એક એવી વસ્તુ છે કે જે સંબંધને આગળ લઈ જાય છે. હું હંમેશા એ વાત સાથે સહેમત છું કે મહિલાઓ સાથે સન્માન પુર્વકનો વ્યવહાર કરવામાં આવે.
આગળ અભિનેત્રી કહે છે કે, હું એવું નથી ઈચ્છતી કે જીવનની સૌથી સુવર્ણ તક જીવતી વખતે મારા દિલમાં કોઈ પણ પ્રકારની બીક હોય. જો કોઈ પુરૂષને લગ્ન કર્યા પછી કામ કરતા રહેવાથી ડર ન લાગે તો મહિલાઓની બાબતમાં આવું કેમ થઈ શકે? અનુષ્કાએ કહ્યું કે મને ખુશી છે કે બીજી અભિનેત્રી પણ આ રસ્તે ચાલી રહી છે અને જેને જેને પ્રેમ છે એ લોકો વ્યક્ત કરે છે અને લગ્ન કરે છે.