નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં લગભગ 17 મહિનાથી તાલિબાની આતંકીઓ દ્ધારા બંધક બનાવાયેલા છ ભારતીય એન્જિનિયરોમાંથી ત્રણ એન્જિનિયરોને મુક્ત કરી દીધા છે. અફઘાન તાલિબાનીઓ પોતાના 11 સભ્યોના બદલામાં ત્રણ ભારતીય એન્જિનિયરોને મુક્ત કરશે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર,  તાલિબાનના બે સભ્યોએ કહ્યું કે, બંધકોની આ અદલા-બદલી રવિવારે કરવામાં આવી. અફઘાનિસ્તાનના ઉત્તરી બઘલાન પ્રાન્ત સ્થિત એક પાવર પ્લાન્ટમાં કામ કરનારા સાત ભારતીય એન્જિનિયરોનું મે 2018માં અપહરણ કરવામાં આવ્યું હતું. તેમાંથી એક બંધકને આ વર્ષે માર્ચમાં છોડી દેવામાં આવ્યો હતો. આ ભારતીયોના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

તાલિબાન સભ્યોએ કહ્યું કે, તાલિબાનના શેખ અબ્દુર રહીમ અને માવલવી અબ્દુર રશીદને મુક્ત કરવામાં આવ્યા છે જે 2001માં અમેરિકાના નેતૃત્વવાળી સૈન્ય દ્ધારા તાલિબાની પ્રશાસન દરમિયાન ક્રમશ કુનાર અને નિમોજ પ્રાન્તના વિદ્રોહી જૂથના ગવર્નર તરીકે કામ કરી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર, આ આતંકીઓને રાજધાની કાબુલના ઉત્તરમાં સ્થિત બગરામ સૈન્ય અડ્ડા પર અફઘાનિસ્તાનની સૌથી મોટી જેલમાંથી મુક્ત કરાયા છે.