નવી દિલ્હીઃ દિવાળી પહેલા તમામ કર્મચારીઓને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તરફતી મોટી ભેટ મળવાની છે. EPFOના 6 કરોડથી વધારે સભ્યોને નાણાંકીય વર્ષ 2018-19 માટે 8.65 ટકાના દરે વ્યાજ મળવાનું છે. આ રકમ સીધી PF ખાતાધારકના ખાતામાં જમા થશે.


નોંધનીય છે કે, EPFO પાસ બુક ચેક કરવા કે ખાતામાં રહેલા બૅલૅન્સની જાણકારી માટે તમે મિસ કૉલ સર્વિસનો ઉપયોગ પણ કરી શકો છે. આ ઉપરાંત ઑનલાઇન કે એસએમએસથી પણ પીએફ બૅલૅન્સ જાણી શકાય છે.

હજી સુધી EPFO 2017-18ના મંજૂર વ્યાજદર 8.55 ટકાના હિસાબથી EPF ક્લિયરન્સ કરી રહ્યું હતું. શ્રમ મંત્રાલયે 2018-19 માટે EPF ઉપર 8.65 ટકાના વ્યાજદરને મંજૂરી આપી છે. જે 2017-18ની તુલનામાં 0.10 ટકા વધારે છે. શ્રમ મંત્રાલયે કહ્યું કે, આ નિર્ણય પછી છ કરોડ ખાતાધારકોના ખાતામાં 2018-19 માટે 8.65 ટકાના વ્યાજદરના હિસાબથી 54,000 કરોડ રૂપિયા જમા કરાવશે.

SMS દ્વારા બેલેન્સ જાણો

1. આ માટે જરૂરી છે કે તમારો UAN નંબર EPFO ની સાથે રજિસ્ટર્ડ હોય.
2. તમારે 7738299899 પર ‘EPFOHO UAN ENG’ લખીને મેસેજ કરવાનો રહેશે.
3. આ સર્વિસ ઇંગ્લિશ, હિન્દી, પંજાબી સહિત 10 અલગ-અલગ ભાષાઓને સપોર્ટ કરે છે.

મિસ કોલથી જાણો

1. SMS સર્વિસની જેમ મિસ કોલ દ્વારા પણ PF બેલેન્સ જાણી શકો છો.
2. તે માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 011-22901406 પર મિસ-કોલ કરો.

UAN છે તો ઓનલાઇન ચેક કરી શકો છો પી.એફ. બેલેન્સ

યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) છે તો પી એફ બેલેન્સ ઓનલાઇન ચેક કરી શકો છો. યુનિફાઇડ પોર્ટલની જગ્યાએ, વપરાશકર્તાઓ હવે એક અલગ વેબસાઇટ પર પીએફ પાસબુક પણ જોઈ શકે છે. ટ્રાન્સફર જેવી સેવાઓ માટે, જો કે યૂનિફાઇડ પોર્ટલનો ઉપયોગ હજી પણ થઈ શકે છે. પોર્ટલ પર પીએફ પાસબુક જોવા માટે, તે મહત્વપૂર્ણ છે કે તમારા પીએફ એકાઉન્ટને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએન) સાથે ટેગ કરેલો હોય.