બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માં દીકરીના જન્મ બાદ કામ પર પરત ફરી છે. તે શૂટ દરમિયાન સ્પોટ થઇ હતી. તેમણે દીકરીના જન્મના 2 મહિના બાદ  તેમણે કામ કરવાનું શરૂ કર્યું છે. તેમણે 11 જાન્યુઆરીએ બેબી ગર્લને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તે મધરહૂડ એન્જોય કરી રહી હતી. આ બધાની વચ્ચે તેમનો એક ઇન્ટરવ્યુ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે લગ્ન અને બાળક થયા બાદ તે કામ નહી કરે.


ઉપરાંત તેમણે ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, રણબીર કપૂરના કારણે તે સારી મા બનશે. 2015માં આવેલી તેમની ફિલ્મ ‘બોબ્લે વેલ્વેટ’ના પ્રમોશન દરમિયાન અનુષ્કાએ આ વાત કરી હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર લીડ રોલમાં હતા.આ સમયે તેમણે કહ્યું હતું કે, તે રણબીર કપૂરના કારણે સારી મા બનશે.


એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં અનુષ્કા શર્માએ કહ્યું હતું કે, “રણબીર કપૂર બધું જ એક બાળકને જેમ જિજ્ઞાસાથી બધું જ જાણવા ઇચ્છે છે. તે મારા મેકઅપ રૂપમમાં આવે છે. મેકઅપના ડ્રોવર ખોલીને બધી જ વસ્તુઓ જુએ છે. મારી હેન્ડબેગમાં શું છે તે પણ ખોલીને જુએ છે. તે એક બાળક છે અને હું સારી મા બનીશ કારણ કે મારી સાથે રણબીર છે”



લગ્ન બાદ કામ નહી કરે


આ વર્ષે સીમી અગ્રવાલના ચેટ શોમાં વાત કરતા તેમણે કહ્યું હતું કે, “લગ્ન મારા માટે ખૂબ જ જરૂરી છે. શક્ય છે કે, લગ્ન અને બાળક બાદ હું કામ કરવાનું છોડી દઉં’ હાલ તે બાળક બાદ પરત કામ પર ફરતા તેનો આ ઇન્ટરવ્યુનો વીડિયો વાયરલ થયો છે. બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે રણબીર કપૂરના કારણે સારી મા બનશે, લગ્ન અને બાળક બંને માટે આ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, લગ્ન બાદ તે એક્ટિંગ છોડી દેશે. જો કે તે બેબી બાદ કામ પર પરત ફરી છે તેની તેનો આ ઇન્ટરવ્યુનો વીડિયો વાયરલ થયો છે.