નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ હાલ વેસ્ટ ઈન્ડિઝમાં છે. અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર બિકિનીમાં એક ફોટો શેર કર્યો છે, જે વાયરલ થયો છે. આ ફોટો પર વિરાટ કોહલીએ પણ કમેન્ટ કરી છે.



અનુષ્કાએ ઓરેંજ કલરની બિકિની પહેરી છે અને સાથે જ સ્ટાઇલિશ ચશ્મા પણ પહેર્યા છે. ફોટો શેર કરતાં અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું, 'Sun kissed & blessed'. જેના પર વિરાટ કોહલીએ ક્યુટ ઈમોજીથી કોમેન્ટ કરી છે.


અનુષ્કાએ હાલ બોલીવુડમાં બ્રેક લીધો છે અને પતિ વિરાટ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. વર્લ્ડકપ દરમિયાન અનુષ્કા શર્મા પણ ટીમ ઈન્ડિયાની સાથે હતી.  (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)