ટીમ ઈન્ડિયા સાથે તસવીરને લઈ અનુષ્કા થઈ હતી ટ્રોલ, હવે આપ્યો આવો જવાબ, જાણો વિગત
અનુષ્કાએ ટીમ ઈન્ડિયાની સાથે એક તસવીર ખેચાવી હતી. જે ક્રિકેટ ફેન્સને પસંદ નહોતી પડી અને તેને અનપ્રોફેશનલ અને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. અનુષ્કાએ પ્રોટોકોલનો ભંગ કર્યો હોવાનું જણાવાયું હતું. જોકે બીસીસીઆઈએ સૂત્રોના માધ્યમથી આ વાતને નકારી કાઢી હતી.
સુઈ-ધાગા ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં અનુષ્કાએ કહ્યું, જે કંઈ પણ થયું હતું તે ગાઈડલાઈન પ્રમાણે હતું. સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ જેવી ચીજો આજકાલ સામાન્ય છે. હું તેના પર ધ્યાન નથી આપતી. ટ્રોલર્સને જવાબ આપીને હું તેમને વધારે પ્રોત્સાહન આપવા નથી માંગતી.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા થોડા દિવસો પહેલા ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમ સાથે પડાવેલી એક તસવીરના કારણે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોનું નિશાન બની હતી. આ મામલે અનુષ્કા શર્માએ પ્રથમ વખત તેની પ્રતિક્રિયા આપી છે.